Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ત્રાસવાદી સાથે ગોળીબારમાં એક જવાન ઘાયલ થઈ ગયો

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં હિંસક અથડામણ : બારામૂલાના વિસ્તારમાં જેવું જ સર્ચ ઓપરેશન કરવામાં આવતા આંતકીઓએ તરત ફાયરિંગ શરૂ કરી દીધું હતું

જમ્મુ,તા.૪ : જમ્મુ કાશ્મીરના બારામૂલામાં શુક્રવારે સવારે ફરી એકવાર ભારતીય સુરક્ષાદળ અને આંતકીઓની વચ્ચે એક્નાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષાબળોએ ૩ આતંકીઓને ઘેરી લીધા છે. અને હાલ બંને તરફથી ફાયરિંગ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં એક જવાનને ગોળી પણ લાગી છે. જેને બારામૂલાની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ ભારતીય સુરક્ષાબળોને ગુપ્તચરો દ્વારા જાણકારી મળી હતી. બારામૂલાના પટ્ટનમાં યેદીપોરા વિસ્તારમાં આંતકી છુપાયેલા હોવાની જાણકારી મળતા ભારતીય સુરક્ષાબળોએ સીઆરપીએફની એક ટીમ અને સ્થાનિક પોલીસની મદદથી આ વિસ્તારનો ઘેરાવ કરવાની શરૂઆત કરી. આ વિસ્તારમાં જેવું જ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું આંતકીઓએ ફાયરિંગ શરૂ કર્યું.

         પહેલા તો આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું પણ પછી ફાયરિંગ ચાલી થતા ભારતીય સુરક્ષાબળોને પણ ફાયરિંગ કરવી પડી. ગોળીઓના અવાજથી અંદાજો લગાવવામાં આવ્યો છે કે ત્રણ આતંકીઓ છુપાયેલા છે. હજી સુધીની ખબર મુજબ ક્રોસ ફાયરિંગમાં એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. તેને ગોળી લાગી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના બારામૂલામાં ૧૭ની સવારે ૧૧ વાગે સીઆરપીએફએ નાકા પાર્ટી પર આતંકીઓએ હુમલોક કર્યો હતો. આ હુમલામાં પોલીસના ૨ અને ૨ સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. આ હુમલાની દોઢ કલાકની અંદર ભારતીય સુરક્ષાબળોએ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

(7:12 pm IST)