Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભારતના GDPમાં ૨૩.૯%નો ઘટાડો : G20 દેશોમાં સૌથી તળિયે

IMFના રિપોર્ટમાં ભારતની સ્થિતિ સૌથી ખરાબ

નવી દિલ્હી તા. ૪ : ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના રિપોર્ટમાં G20 દેશોની જીડીપીના વધારા ઘટાડા અંગેની માહિતી આપવામાં આવી. કોરોના સંકટે ભારત સહિત દુનિયાભરની અર્થવ્યવસ્થાની કમ્મર તોડી નાખી છે, સોમવારે આવેલા ચાલુ નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકનાં જીડીપીનાં આંકડાથી જાણવા મળે છે કે એપ્રિલ-જુન ત્રિમાસિકમાં ભારતનો જીડીપી વૃધ્ધી દર ૪૦ વર્ષમાં નેગેટીવ રહ્યો છે, નવા રિપોર્ટસ મુજબ ભારતની જીડીપી – ૨૩.૯ ટકા સુધી ઘટ્યા બાદ હવે આખું વર્ષ તે ૧૦.૯ ટકા સુધી ઘટી શકે છે.

IMFના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું કે ચાલું નાણાકિય વર્ષનાં  બીજા ત્રિમાસિકમાં ભારતનું અર્થતંત્ર G20 દેશોમાં સૌથી ખરાબ રહી શકે છે, તેમણે કહ્યું કે બીજા ત્રિમાસિકમાં ભારતનાં અર્થતંત્રનો વિકાસ દરમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી શકે છે.

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ગીતા ગોપીનાથે ટ્વીટ કરીને જણાવ્યું કે ચાલું નાણાકિય વર્ષનાં બીજા ત્રિમાસિકમાં જી-૨૦ દેશોનાં અર્થતંત્ર પર કોરોનાની અસર જોવા મળી રહી છે, જી-૨૦ દેશોનો વૃધ્ધી દર નેગેટીવ ઝોનમાં રહી શકે છે, આ સમુહમાં ભારતનો જીડીપી ૨૫.૬ ટકા સુધી નેગેટીવ રહેવાનું અનુમાન છે.

IMFના અર્થશાસ્ત્રી ગીતાએ લખ્યું કે આ આંકડા ત્રિમાસિકનાં આધારે છે,તેની તુલના કોઇ પણ વર્ષ સાથે ન કરવી જોઇએ, તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૦ની ત્રીજા  ત્રિમાસિકમાં જી-૨૦ દેશોની જીડીપીમાં સુધારો થવાની આશા છે. આ વર્ષનાં પહેલા ત્રિમાસિકમાં ઘટાડો જોવા મળ્યા બાદ ચીનની જીડીપી બીજા ત્રિમાસિકમાં સારૂ પ્રદર્શન કરી શકે છે.

(10:11 am IST)