Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભારત કોરોના વાયરસનું હોટસ્પોટ બનવા ભણી

રોજેરોજ કેસની સંખ્યા અને મૃત્યુઆંકમાં વધારો ચિંતાની બાબત : ખૌફ હજુ ઉભો જ છે : જેમ જેમ દેશ 'અનલોક' થતો ગયો તેમ તેમ દર્દીઓ વધ્યા : લોકો કોરોનાને 'હળવાશ'થી લેવા લાગ્યા : ચુસ્ત સાવધાનીની જરૂર છે

નવી દિલ્હી તા. ૪ : ભારતે કોરોનાના કેસમાં બે રેકોર્ડ નોંધાવ્યા છે. ભારતમાં ૮૩ હજાર ૮૮૩ નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઇપણ દેશમાં એક દિવસમાં આટલા પ્રમાણમાં દર્દીઓ નોંધાયા છે.

બીજો રેકોર્ડ એ બન્યો કે ભારતમાં કાલે એટલે કે ૩ સપ્ટેમ્બરે ૧૧ લાખ ૭૨ હજાર ૧૭૯ ટેસ્ટ એક દિવસમાં કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક દિવસ પહેલા જ કોરોનાના ટેસ્ટનું લક્ષ્ય ૧૦ લાખ ટેસ્ટ પ્રતિદિનનો રાખ્યો હતો. પરંતુ ભારત હવે તેનાથી યોગ્ય સ્થિતિમાં છે અને એક દિવસમાં ૧૧ લાખથી વધુ ટેસ્ટ કરવાની ક્ષમતા મેળવી ચૂકયા છે.

કુલ મળીને ભારત વિશ્વમાં કોરોનાનું નવુ હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યું છે. જેમ-જેમ અનલોકની પ્રક્રિયા આગળ વધી રહી છે. સંક્રમિત લોકોની કુલ સંખ્યાના હિસાબથી ભારત ભલે વિશ્વમાં ત્રીજા નંબર પર છે પરંતુ નવા કેસ અને દરરોજ મૃત્યુની સંખ્યામાં ભારત પ્રથમ સ્થાન પર પહોંચી ચુકયું છે. દેશમાં કાલે છેલ્લા ૨૪ કલાકમાં ૮૩,૮૮૩ નવા લોકોમાં સંક્રમણ વિશે માલુમ પડયું છે. છેલ્લા ૨૪ કલાકમાં મૃત્યુઆંક ૧૦૪૫ રહ્યો એ પણ વિશ્વમાં સૌથી વધુ છે.

કુલ દર્દીના મામલે હાલમાં ફકત અમેરિકા અને બ્રાઝીલ ભારતથી આગળ છે. બ્રાઝીલમાં દર્દીઓની સંખ્યા ભારતની સરખામણીએ ફકત દોઢ લાખથી વધુ છે એટલે કે ૧-૨ દિવસમાં ભારત બીજા નંબર પર હશે. ભારતમાં જે પાંચ રાજ્યોમાં સૌથી ખરાબ સ્થિતિ છે તેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને દિલ્હી એકલા આ પાંચ રાજ્યોમાં દેશના ૫૬ ટકા સંક્રમિત લોકો છે. અડધાથી વધુ છે. દેશમાં આ સમયે અંદાજે ૯૦૦૦ દર્દી એવા છે જેની સ્થિતિ ગંભીર છે.

જો આ સ્થિતિ પેદા થઇ તો તેનું મોટું કારણ છે. આપણા ભારતીયોના વિચાર એવું લાગે છે કે લોકો કોરોના ખતરાને ભુલી ચુકયા છે. લોકોએ અનલોક શબ્દનો અર્થ ખોટો સમજી લીધો છે. જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે વધુ પડતા લોકો સંપૂર્ણ સાવધાની વર્તી રહ્યા હતા પરંતુ જ્યારે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ત્યારે નોર્મલ માની લેવામાં આવ્યું. લોકોએ અનલોકને અનલિમિટેડ સમજી લીધું. જ્યારે અનલોક દરમિયાન સાવધાનીની વધુ જરૂર છે. આજે તેને કયારેય પણ નજર રાખીએ, પહેલાની જેમ ભીડ નજરે પડે છે. અનેક સ્થળે તો લોકો માસ્ક પહેરવું પણ બંધ કરી ચૂકયા છે.

ભારતમાં કોરોના સંક્રમણમાં અચાનક તેજી આવી છે તેનું સૌથી મોટું કારણ છે અનલોકના નામ પર લોકોની બેદરકારી પરંતુ તેનું એક બીજું કારણ પણ છે. ખરેખર દેશમાં કોરોના દર્દીઓની ટેસ્ટીંગની સંખ્યા વધારી દીધી છે. જેટલા વધુ ટેસ્ટ થાય છે એટલા જ વધુ સંક્રમિત લોકોના સામે આવવાની આશા રહે છે. અમુક લોકો એવા છે જેમાં કોઇ લક્ષણ નથી હોતા પરંતુ તે સંક્રમણ ફેલાવી રહ્યા છે. કોવિડના ટેસ્ટથી તેની પણ ઓળખ થઇ જાય છે. જેનાથી સંક્રમણને વધુ ફેલાવાથી રોકવામાં આવે છે. તેથી વધુ ટેસ્ટની સાથે સાવધાની રાખવી પણ જરૂરી છે. કારણ કે દિલ્હી અને બીજા શહેરોમાં હવે મેટ્રો સેવા શરૂ થવા જઇ રહી છે. દિલ્હીમાં બાર પણ ૯ સપ્ટેમ્બરથી ખોલવાની મંજુરી આપવામાં આવી છે.

ભારતથી કોરોનાનો પ્રકોપ તો નથી ગયો પરંતુ કોરોનાનો ડર રહ્યો નથી એવું લાગે છે કે લોકો હવે કોરોનાથી લડી નથી રહ્યા રોજ આ જીવલેણ બીમારીને પડકાર આપવા ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે. કયારેય શોપિંગના નામ પર, કયારેક બહારનું જમવાની લાલચમાં, તો કયારેક ફકત બહારની હવા માટે એ પણ માની ચુકયા છે કે કોરોના તેમને ચોટશે નહિ.

(11:06 am IST)