Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કુલ કેસ ૩૯ લાખને પારઃ ર૪ કલાકમાં ૧૦૯૬ના મોત

અનલોક-૪.૦ શરૂ થતાં જ કેસ-મોત વધવા લાગ્યાઃ ર૪ કલાકમાં ૮૩,૩૪૧ નવા કેસ સાથે કુલ કેસ ૩૯,૩૬,૭૪૭: દેશનો કુલ મૃત્યુઆંક ૬૮૪૭રઃ ૩૦,૩૭,૧પ૧ રીકવર થયાઃ ૭૦ ટકા કેસ પ રાજયોમાં: મહારાષ્ટ્રમાં કહેર

નવી દિલ્હી તા. ૪ : ભારતમાં કોવિડ-૧૯ ના કે સ ૩૯ લાખને પાર કરી ગયા છે. આજે ફરીથી કોરોના સંક્રમણના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યા છે છેલ્લા ર૪ કલાકમાં ૮૩૩૪૧ નવા કેસ સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલય તરફથી જરી આંકડા અનુસાર છેલ્લા ર૪ કલાકમાં ૧૦૯૬ લોકોના મોત થવાથી મુતકોની સંખ્યા વધીને ૬૮૪૭ર ની થઇ છે દેશમાં સંક્રમણના કેસ વધીને ૩૯,૩૬,૭૪૮ થયા છે જેમાંથી ૮,૩૧,૧ર૪ લોકોની સારવાર ચાલી રહી છે અને ૩૦,૩૭,૧પર લોકો સારવાર પછી સાજા થયા છે.

છેલ્લા ર૪ કલાકમાં ૧૧,૬૯,૭૬પ નમુનાની તપાસ થઇ છે. આ સાથે કુલ ટેસ્ટીંગ ૪,૬૬,૭૯,૧૪પનું થયું છે.

દેશમાં ૭૦ ટકા મોત આંધ્ર, દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં થયા છે.

પ્રતિ ૧૦ લાખની વસતી પર મોતના હિસાબથી ભારતની સ્થિતિ સારી છે આમાં તે ૮૩માં સ્થાને છે આહિ ૧૦ હજાર ૪૯ ના મોત થાય છે. જયારે પેરૂમા ૮૮પ, આમેરિકામાં પ૭૩ છે.

કોવિડ-૧૯ થી સાજા થયાનો દર ૭૭.૦૯ ટકા થયો છે અને મૃત્યુદર ઘટીને ૧.૭પ ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં ર૪ કલાકમાં ૧૮૧૭પ કેસ આવ્યા છે. અને ૩૯૧ ના મોત થયા છે.કુલ કેસ ૮,૪૩,૮૪૪ થયા છે. અને મૃત્યુ આંક રપપ૮૬ થયો છે તામિલનાડુમાં ૭૬૦૮ યુપીમાં ૩૬૯૧, કર્ણાટકમાં ૬૦પ૪, દિલ્હી ૪પ૦૦ ગુજરાત ૩૦૬ર ના મોત થયા છે.

(11:06 am IST)