Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સરહદે હજારો સૈનિકો - ટેન્ક આમને સામને

ભારત - ચીન સરહદે ટેન્શન : પૂર્વી લડાખમાં જવાનો, ટેંકો, શસ્ત્રો, વાહનો, તોપ તૈનાતઃ ચુશુલ સેકટરમાં સૈન્યનો ખડકલો : ગમે ત્યારે છમકલુ થવાની દહેશત

નવી દિલ્હી તા. ૪ : ચીનના પૂર્વી લદ્દાખના ચુશુલ સેકટરની સામે ભારી સંખ્યામાં સેનાના જવાનોને તૈનાત કર્યા છે. અગાઉ શસ્ત્રો અને ભારે યુધ્ધના શસ્ત્રોથી સંપૂર્ણ સજ્જ ભારતીય સૈનિકોને ઠાકુંગથી માંડીને રેડ ઇન દર્શ સુધીની દરેક મહત્વપૂર્ણ ટોચ પર મોરચાબંધી મજબૂત કરી લીધી છે. જેથી ભવિષ્યમાં ચીની સેનાના કોઇપણ પ્રયત્નોનો જડબાતોડ જવાબ આપી શકાય.

વિસ્તારમાં બંને દેશોએ એકબીજાની આમને-સામને ભારે સંખ્યામાં સૈનિકો, ટેન્કો, શસ્ત્રોથી સજ્જ વાહનો અને હોવિત્ઝર તોપો પણ તૈનાત કરીને રાખી છે. આ બધાની વચ્ચે ભારતીય થલ સેનાના પ્રમુખ જનરલ એમ.એમ.નરાવણે ગઇકાલે ચુશુલ સેકટર પહોંચીને ત્યાંની રક્ષા તૈયારીઓની સમીક્ષા કરી. તે દિલ્હીથી પાછા ફર્યાના પ્રથમ વિસ્તારમાં ઉત્તર દિશા તરફ અગ્રીમ ચોકીઓની સમીક્ષા કરશે.

લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધી ૩૪૮૮ કિમીની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચરમસીમાએ પહોંચેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ હશિમારા સહિત સંપૂર્ણ ઇસ્ટર્ન સેકટરમાં અગ્રીમ મોરચા પર બનેલા સૈન્ય એરપોર્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. એક સિનિયર અધિકારીએ કહ્યું, એક રીતે જોઇએ તો સંપૂર્ણ એલએસી પર ભારે સંખ્યામાં સૈનિકો અને શસ્ત્રોની તૈનાતીના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર છે પરંતુ લદ્દાખમાં સ્થિતિ સંપૂર્ણ વિસ્ફોટક છે.

બીજું ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહ શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા રશિયાની રાજધાની મોસ્કોમાં છે. જ્યાં તેઓએ રશિયાના રક્ષામંત્રી સાથે મુલાકાત કરી અને ચીનના રક્ષામંત્રીએ પણ રાજનાથસિંહ સાથે બેઠક માટે સમય માંગ્યો છે. જો કે હાલમાં ભારત તરફથી તેના પર કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

(11:11 am IST)