Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

નાણામંત્રીએ આપ્યો આદેશ

બેંકો ૧૫ મી સુધીમાં લાગુ કરે લોન રીસ્ટ્રકરીંગ સ્કીમ

નવી દિલ્હી,તા.૪:  નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરૂવારે બેંકો અને NBFCsને કોવિડ-૧૯ને પગલે મુશ્કેલીનો સામનો કરી રહેલા ઋણધારકો માટે લોન રિસ્ટ્રકચરિંગ સ્કીમ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં લાગુ કરવા જણાવ્યું છે. તેમણે બેન્કોને લોનની ચુકવણી અંગેનું મોરેટોરિયમ પુરું થયા પછી પણ લોનધારકોને પૂરતો ટેકો આપવાનો નિર્દેશ કર્યો હતો. નાણાપ્રધાને વીડિયો કોન્ફરન્શિંગથી કરેલી સમીક્ષા બેઠકમાં શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કો અને NBFCsને રિઝોલ્યુશન માટે બોર્ડની મંજૂરી સાથેની પોલિસી તાત્કાલિક તૈયાર કરવા કહ્યું હતું.

મીટિંગમાં સીતારામને ધિરાણકારોને ભારપૂર્વક જશાવ્યું હતું કે, લોનનીચુકવણીનું મોરેટોરિયમ પુરું થયા પછી લોનધારકોને ટેકો આપવો જરૂરી છે. સત્ત્।ાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર નાણાપ્રધાને કોવિડ-૧૯ સંબંધી દબાણની અસર લોનધારકોની શાખપાત્રતાના મૂલ્યાંકન પર ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છ મહિનાથી EMLsની ચુકવણી પર ચાલી રહેલું મોરેટોરિયમ ૩૧ ઓગસ્ટે પૂરું થઈ ચૂકયું છે.

ત્રણ કલાકની બેઠકમાં નાણાપ્રધાને ધિરાણકારોને લોનધારકોને અલગ તારવી ટકી શકે તેવાપ્રતેક બિઝનેસને બેઠો કરવા ટકાઉ રિઝોલ્યુશન પ્લાનનો ઝડપી અમલ કરવા જણાવ્યું હતું. બેન્કોએ આરબીઆઇના માળખા પ્રમાણે બોર્ડ દ્વારા રિસ્ટ્રકચરિંગ માળખાને મંજૂર કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નાણાપ્રધાને ૧૫ સપ્ટેમ્બર સુધીમાં રિઝોલ્યુશન સ્કીમ્સ લાગુ કરવા પર ભાર મૂકયો હતો. તેમણે આ યોજનાની માહિતી લોકોને મળી શકે એ માટે વ્યાપક મીડિયા ઝુંબેશ ચલાવવા જણાવ્યું હતું. બેન્કર્સે નાણાપ્રધાનને ખાતરી આપી હતી કે, રિઝોલ્યુશન પોલિસી તેયાર છે અને તેમણે લોનધારકોનો સંપર્ક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉપરાંત, બેન્કોએ આરબીઆઇ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાનું પાલન કરવાની પણ ખાતરી આપી હતી.

(11:13 am IST)