Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

આ ભાઇ કદી સ્કૂલ નથી ગયા, પણ પળવારમાં મોટા-મોટા ગુણાકાર કરી આપે છે

જયપુર,તા.૪: હ્યુમન કમ્પ્યુટર ગણાતાં શકુંતલાદેવી ગણિતના તેમના, અસાધારણ જ્ઞાન માટે વિખ્યાત છે. કદાચ એટલું બધું તો નહીં, પણ રાજસ્થાનના ડુડુ ગામનો ઇરફાન નામનો છોકરો પણ  છે. ગણિતમાં જબરો પાવરધો  છે. આંકડા સાથે તેની સારીએવી દોસ્તી છે.

સોશ્યલ મીડિયા પર વાઇરલ એક વિડિયોમાં ઇરફાનને કેટલાક સવાલ કરવામાં આવે છે અને એના જવાબ તેઓ જબરી ચપળતા અને ચોકસાઈથી આપે છે. જેમ કે એક સવાલ છે કે જો એક વ્યકિત ૧૨ વર્ષની હોય તો તેના જીવનમાં તે કેટલા દિવસ જીવ્યો હશે? આ સવાલના જવાબમાં તમે પલક ઝપકાવો એટલામાં તો તેઓ મૌખિક ગણતરીથી ૪૩૮૦ જવાબ આપી દે છે. ટ્વિટર પર શેર કરાયેલા વિડિયોમાં ઇરફાન દાવો કરે છે કે હું શાળાનું પગથિયું પણ નથી ચડ્યો. જોકે તેની ક્ષણવારમાં મોટી-મોટી ગણતરીઓ જોઈને અચંબિત થઈ જવાય એવું છે.

(11:18 am IST)