Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ટ્રમ્પની સેક્રેટરીનો ખુલાસો! કિમ જોંગે મને આંખ મારી હતી

ટ્રમ્પે મજાકમાં સારાને વધુમાં કહ્યું કે હવે અમારા માટે કરીને તું ઉત્તર કોરિયા જશે

વોશીંગ્ટન,તા.૪ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પૂર્વ પ્રેસ સેક્રેટરી સારા સૈંડર્સ પોતાના પુસ્તક સ્પીકિંગ ફોર માઇસેલ્ફમાં દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનએ તેમને સિંગાપુર સમિટ દરમિયાન આંખ મારી હતી. જયારે તેમણે ટ્રમ્પને આ વાત વિષે ખુલાસો કર્યો તો તેમણે તેનો મજાક ઉડાવ્યો હતો. વ્હાઇટ હાઉસની પૂર્વ પ્રેસ સેક્રેટરી સારા સૈંડર્સે ખુલાસામાં કહ્યું છે કે કિમ જોંગે તેમની સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો

 સારા સૈંડર્સે આ મામલે ખુલાસો તેમના નવા પુસ્તકમાં કર્યો છે. જૂન ૨૦૧૮માં જયારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સિંગાપુર સમિટમાં પહોંચ્યા ત્યારે તે પણ તેમની સાથે હતી. સારા મુજબ ત્યારે કિંમ જોંગે મને આંખ મારી હતી.

 એટલું જ નહીં જયારે સારાએ આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પને પાછળથી જણાવ્યું ત્યારે તેમણે પણ આ મામલે મજાક કરી હતી. ટ્રંપે હસતા કહ્યું કિમ જોંગે તારાથી ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો. તેણે તારી સાથે આવું કર્યું, તેણે તમે લાઇન મારી. સારા મુજબ ટ્રમ્પ આ પછી લાંબા સમય સુધી હસતા રહ્યા.

 ટ્રમ્પે મજાકમાં સારાને વધુમાં કહ્યું કે હવે અમારા માટે કરીને તું ઉત્ત્।ર કોરિયા જશે. ધ ગાર્ડિયનની રિપોર્ટ મુજબ સારા સૈંડર્સના પુસ્તક સ્પીકિંગ ફોર માઇસેલ્ફ મંગળવારે જ રીલિઝ થઇ છે. સારા સૈંડર્સ રિપબ્લિકન પાર્ટીના એક પ્રભાવશાળી ફેમીલીથી આવે છે. તેના પિતા માઇક હકબી વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૬જ્રાક્નત્ન રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. હાલ તેમની નજર ગર્વનરની રેસ પર છે

 રિપોર્ટ મુજબ સારાએ કિમ જોંગ ઉન જે સિંગાપુર સમિટની વાત કરી હતી તેમાં કિમ જોંગે અજીબ રીતે ટ્રમ્પથી ટિક ટૈક સ્વીકારી હતું. અને કિમ જોંગ ઉન અને ટ્રંપ વચ્ચે રમત, ખાસ કરીને વુમન સોકરને લઇને વાતચીત થઇ હતી. સારા કહ્યું કે મેં જોયું તો અચાનક કિમ મને જોઇ રહ્યા હતા. અને અમારી વચ્ચે આઇ કોન્ટેકટ થયો અને તેમણે મને આંખ મારી, હું હેરાન થઇ ગઇ. મેં તરત નીચે જોઇ લીધુ અને નોટ્સ લેતી રહી. સારાએ કહ્યું હું વિચારમાં પડી ગઇ કે મારી સાથે આ શું થઇ ગયું?

 કિમથી આ મુલાકાત પછી એરપોર્ટના રસ્તા બીસ્ટ ગાડીમાં બેસીને સારાએ ટ્રમ્પને અને તે વખતના સ્ટાફ પ્રમુખ જોન કેલીને આ ઘટના વિષે કહ્યું. ટ્રમ્પ પણ આ વાત સાંભળીને હેરાન રહી ગયા. પણ તેમણે મારી ખેંચી અને પછી આ ચર્ચાને બંધ કરવાનું કહ્યું.

 કેલીએ ટ્રંપનો પક્ષ ખેંચતા કહ્યું કે ટ્રમ્પે મજાકમાં કહ્યું કે તો પછી તો સારા હિસાબ બરાબર, તુ ઉત્તર કરિયા જા અમારા માટે, તારા પતિ અને બાળકો તને મિસ કરશે પણ તું આપણા દેશની હિરો બની જશે. સારા મુજબ ટ્રમ્પ અને કેલી પૂરા રસ્તે હસતા રહ્યા

 ટ્રમ્પ કિમ જોંગ ઉન અત્યાર સુધીમાં ત્રણ વાર મળી ચૂકયા છે. એક વાર સિંગાપુર, હનોઇ અને ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની વચ્ચે ડિમિલિટ્રાઇજ જોનમાં ટ્રંપના તમામ પ્રયાસો પછી કિમ પરમાણુ હથિયારની જીદ છોડી નથી રહ્યો.

(11:16 am IST)