Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

યુવતીને પેટમાં થઈ રહ્યું હતું દર્દ : ઓપરેશન કર્યુ તો ૭ કિલોનો વાળનો બોલ બહાર આવ્યો

ઝારખંડના બોકારો જિલ્લાની આ વાત છે. અહીં એક છોકરીને પેટનો દુખાવો ઉપડ્યો હતો. ૧૭ વર્ષની છોકરી ડોકટર પાસે ગઈ. પેટનું ઓપરેશન કરવામાં આવ્યું. પેટમાં શું હતું તે જાણીને ચોંકી જશો. પેટમાંથી ૭ કિલો વાળનો એક બોલ બહાર આવ્યો.સર્જન ડોકટર જી.એન. સાહુએ આ ઓપરેશન કર્યું હતું. તેમણે કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું કારણ કે વાળનો આ બોલ પેટમાં ફેલાઈને પડ્યો હતો.

યુવતીના પેટમાંથી વાળનો બોલ મળ્યાની ઘટના પણ ખૂબ જ વિચિત્ર છે. ડો.સાહુએ કહ્યું કે ૧૭ વર્ષની સ્વિટી કુમારીને બાળપણમાં વાળ ખાવાની ટેવ હતી. જયારે તેના વાળ પડતા ત્યારે તે તેને ખાઈ જતી. પરંતુ તેણે છેલ્લા પાંચ વર્ષથી આ ટેવ છોડી દીધી હતી.

પરંતુ બન્યું એમ કે બધા વાળ એક જ જગ્યાએ એકઠા થઈ ગયા. ધીરે ધીરે તે એક બોલ બની ગયો. બોકારોની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી. આ બોલને દૂર કરવામાં ૬ કલાક જેટલો સમય લાગ્યો. ડોકટર સાહુએ જણાવ્યું હતું કે ૪૦ વર્ષની કારકિર્દીમાં પહેલીવાર તેમણે દર્દીના પેટમાં આટલા બધા વાળ જોયા છે. હવે સ્વીટીને સારૂ છે અને સ્વસ્થ થઈ રહી છે.

(11:17 am IST)