Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

આજથી એકસીસ મ્યુ.ફંડનું એકસીસ ગ્લોબલ આલ્ફા ઇકવીટી ફંડ ઓફ ફંડનો NFO ખુલ્યો

૧૮મીએ બંધ થશેઃ ઓપન એન્ડેડ પ્રકારની ફંડ ઓફ ફંડ સ્કીમ

મુંબઇ, તા.૪: એકસીસ મ્યુ-ફંડે રજુ કર્યુ છે 'એકસીસ ગ્લોબલ આલ્ફા ઇકવીટી ફંડ ઓફ' જેનો NFOઆજથી ખુલ્યો છે અને ૧૮મીએ બંધ થશે.

આ એક ઓપન એન્ડેડ પ્રકારની ફંડ ઓફ ફંડ સ્કીમ છે. જે શ્રોડર ઈન્ટરનેશનલ સિલેકશન તે ભારતીય રોકાણકારોને ઊંચી ગુણવત્તા ધરાવતાં ડાયવર્સિફાઈડ ઈકિવટી પોર્ટફોલિયોમાં પાર્ટિસિપેટ કરવાની તક પૂરી પાડે છે. જે તેમની ભારતીય ઈકિવટી ફાળવણીમાં પૂરક બની શકે છે. ડાયવર્સિફિકેશનથી મળતાં લાભોને કારણે વૈશ્વિક ઈકિવટીઝમાં ફાળવણીથી ભારતીય રોકાણકારોના રિસ્ક-રિટર્ન પ્રોફાઈલમાં સુધારો થશે. શ્રોડર્સ એકિસસ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં ૨૫ ટકા હિસ્સો ધરાવે છે. એકિસસ એએમસી હંમેશા પ્રોડકટ ઈનોવેશનમાં અગ્રણી રહી છે. તેણે હંમેશા રોબસ્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રોસેસ ઊભી કરી છે જે તેના રોકાણકારોને લાંબા ગાળે સારો દેખાવ દર્શાવે છે. પોતાના વૈશ્વિક પ્રોડકટ માટેના પ્રયાસોના ભાગરૂપે એકિસસ એએમસીએ શ્રોડર્સ(જેઓ એકિસસ એએમસીમાં ૨૫ ટકા હિસ્સો ધરાવે છે) સાથે જોડાણ કર્યું છે. શ્રોડર્સ વિશ્વમાં અગ્રણી એસેટ મેનેજર્સમાં સ્થાન પામે છે. તેઓ યુરોપ, અમેરિકા, એશિયા, મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં માં ૩૫ લોકેશન્સ ખાતે હાજરી ધરાવે છે. તેમનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ ૫૨૫.૮ અબજ બ્રિટીશ પાઉન્ડ જેટલું છે.

એકિસસ એએમસીના એમડી અને સીઈઓ ચંદ્રેશ કુમાર નિગમે જણાવ્યું હતું કે, 'એકિસસ એએમસી હંમેશા જવાબદાર ઈન્વેસ્ટીંગ ફિલોસોફીને જાળવતી આવી છે. આજના સમયમાં વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ તકો ભારતીય રોકાણકારોના ઈન્વેસ્ટમેન્ટ યુનિવર્સને નોંધપાત્ર રીતે બહોળુ બનાવશે.

શ્રોડર્સ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના ગ્લોબલ એન્ડ થીમેટીક ઈકિવટીઝના હેડ અને સીઆઈઓ એલેકસ ટેડ્ડેરે જણાવ્યું હતું કે, 'એકિસસ એએમસી સાથે ફંડની રજૂઆત કરતાં અમે ઉત્ત્।ેજના અનુભવી રહ્યાં  છીએ. ગ્લોબલ ઈન્વેસ્ટીંગ વેલ્થ બનાવવા માટેની તકોને ખોલે છે. એકિસસ ગ્લોબલ ઈકિવટી આલ્ફા ફંડ એડવાઈઝર્સ અને તેમના ગ્રાહકોને શ્રોડર્સના શ્રેષ્ઠ ગ્લોબલ ઈકિવટી આઈડિયાસમાં રોકાણની તકો પૂરી પાડે છે.

(11:28 am IST)