Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સગર્ભા પત્નીને પરીક્ષા અપાવવા પતિએ ૧૧૭૬ કિ.મી. સ્કુટી ચલાવ્યું

ગ્લાલિયર,તા. ૪:મધ્યપ્રદેશમાં સાહસની એક અનોખી ઘટના બની છે. એમાં એક પતિએપોતાની ગર્ભવતી પત્નીને પરીક્ષા અપાવવા માટે ૧૧૭૬ કિલોમીટરની મુસાફરી સ્કૂટી પરે કરવી હતી. સ્કૂટીથી ૧૧૭૬ની મુસાફરી કરનાર આ યુગલ ઝારખંડના ગોડ્ડા જિલ્લાના ટોલા ગામનું રહેવાસી છે. પતિ ધનંજય કુમાર પોતાની ગર્ભવતી પત્ની સોની હેમ્બરમની સાથે મધ્યપ્રદેશના ગ્વાલિયરની પદ્મા કન્યા વિદ્યાલય પહોંચ્યા હતા. અહીંયા સોની હેમ્બરમનિ ધ્લિડ(ડિ.ઈએલ.ઈએડ) દ્વિતીય વર્ષની પરીક્ષા યોજાવાની હતી. ગોડ્ડા ગ્વાલિયરનું અંતર ૧૧૭૬ કિલોમીટર છે.

આ સફરમાટેસ્ફૂલથી પૂર્ણ કરવા માટે ધનંજય કુમાર અને સોની હેમ્બરમને ઝારખંડની સાથે સાથે બિહાર અને ઉત્ત્।રપ્રદેશ રાજયમાંથી પસાર થવુ પડયું હતું, વરસાદના મોસમના કારણે કયાંક રસ્તામાં પાણી ભરાયેલું હતું, તો કયાંક સેડ-રસ્તા પણ તૂટેલાં હતા.

પર્વતીય ક્ષેત્રોમાંથી પણ પસાર થવું પડ્યું હતું. ધનંજય કુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પત્ની પરીક્ષા ૧૧ સપ્ટેમ્બરે સમાપ્ત થશે. ત્યારબાદ પરત ગોડ્ડા સ્કૂટી પર જઈશું. આટલી લાંબી સફરના કારણે એ ૧૧ સપ્ટેમ્બર સુધી ગ્વાલિયર રહેશે. ટ્રેન કેન્સલ થવાના કારણે સ્કૂટી પર સફર કરવી પડી છે.

(11:29 am IST)