Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રૂપિયામાં ભારે વધારાના કારણે સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડો થવાની શકયતા

વૈશ્વિક માર્કેટમાં સુધારો છતાં સ્થાનિક સ્તરે ભાવમાં દબાણ

નવી દિલ્હી : વૈશ્વિક માર્કેટમાં સોના ચાંદીની કિંમતમાં વધારો થયો છે. શરૂઆતમાં ઓક્ટોબર ડિલિવરી વાળું સોનું 0.3 ટકા વધીને 50911 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો અને ચાંદીનો ભાવ 0.23 ટકા વધીને 67080 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે.

  જાણકારોના માનવા મુજબ ભારતીય રૂપિયામાં ભારે વધારાના કારણે સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડો આવી શકે છે.ગુરુવારે દિલ્હીના સર્રાફા બજારમાં 99.9 ટકા સોનાના ભાવ 52529 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 51755 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યા છે. આ સમયે કિંમતોમાં 774 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવમાં 1908 રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો થયો છે. ગુરુવારે ચાંદીના ભાવ 71084 રૂપિયાથી ઘટીને 69176 રૂપિયા થયો છે

(1:38 pm IST)