Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોના ઈફેક્ટ :દેશની રત્ન અને આભૂષણ નિકાસ 25થી 30 ટકા ઘટવાની સંભાવના

ભારતની સાથે આયાત દેશોમાં પૂર્ણ લોકડાઉનના કારણે નિકાસને ફટકો પડશે

નવી દિલ્હી : દેશની રત્ન અને આભૂષણ નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં 25-30 ટકા ઘટવાનું અનુમાન છે.કોવિડ-19 સંકટના કારણે લાગુ લોકડાઉનના કારણે પહેલા ત્રિમાસિક કારોબાર થયો નથી એવામાં રત્ન એવં આભૂષણ નિર્યાત સંવર્ધન પરિષદે આ જાણકારી આપી છે.

 જીજેઈપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યું કે, મહામારી ફેલાવવા ઉપર અંકુશ લગાવવા માટે ભારતની સાથે સાથે આયાત દેશોમાં પૂર્ણ લોકડાઉનના કારણે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક દરમયાન કારોબાર સમગ્ર રીતે બંધ રહ્યો હતો.

તેણે કહ્યું છે કે, જેવી જેવી રીતે પરિસ્થિતિ સુધરી રહી છે. નિકાસમાં સુધાર આવી રહ્યો છે. પરંતુ પહેલા ત્રિમાસિક કારોબારને ઠપ રહેતા સમગ્ર નાણાકીય વર્ષ ઉપર અસર પડશે. વિના જડેલા હીરાને લઈને પહેલી વર્ચુઅલ ક્રેતા વિક્રેતા બેઠકનું ઉદઘાટન બાદ તેણે કહ્યું કે વિનિમાર્ણ પ્રતિબંધોને કારણે આવનારા બે ત્રિ માસિક પરિક્ષા લેશે. નાણાકીય વર્ષ 2020-21માં રત્ન અને આભૂષણ નિકાસમાં 25-30 ટકા ઘટાડાની સંભાવના દેખાઈ રહી છે.

(2:05 pm IST)