Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

નોટબંધીનું પરિણામ આપણે ૩૧ ઓગસ્ટે જોયું

રાહુલ ગાંધીનો કેન્દ્ર ઉપર વધુ એક હુમલો : આખુ ભારત બેંકોની સામે લાઇનમાં ઉભુ હતુ, આમ છતા કાળુ નાણું તો દુર ના થયુ

નવી દિલ્હી : કોંગ્રેસી સાંસદ રાહુલ  ગાંધીએ અર્ર્થવ્યવસ્થા પર બીજો વિડીયો બહાર પાડીને કહયુ કે વડાપ્રધાન મોદીએ ૧૬  નવેમ્બરે ર૦૧૬માં નોટબબ્ંધીના રૂપમાં જે પાસો ફેંકયો હતો તેનું એક ભયંકર પરિણામ ૩૧ ઓગષ્ટે આપણી સામે આવ્યું છે તેમણે કહયું કે મોદીનું કેશલેસ ભારત ખરેખર તો મજુર - ખેડુત - નાના વેપારી મુકત ભારત છે.

રાહુલે કહયુ કે નોટબંધી ભારતના ગરીબ, ખેડુત, મજુર અને નાના દુકાનદારો પર આક્રમણ હતુ. નોટબંધીના ભારતની અસંગઠિત અર્થવ્યવસ્થા પરનું આક્રમણ હતુ. ૮ નવેમ્બર ર૦૧૬ના રોજ વડાપ્રધાને નોટબંધીનો નિર્ણય કરીને પ૦૦ અને ૧૦૦૦નો નોટોને પસ્તી બનાવી દીધી આખુ ભારત બેંકોની સામે લાઇનમાં ઉભુ થઇ ગયુ. તેમ છતા કાળુ નાણુ તો દુર થયુ નહી.

તેમણે કહયું કે આપણુ અસંગઠિત ક્ષેત્ર રોકડ નાણા પર ચાલે છે. નાના દુકાનદારો, ખેડુત, મજુરો રોકડથી જ ચલાવે છે. નોટબંધીનું બીજુ લક્ષ્ય અસંગઠિત ક્ષેત્રમાંથી રોકડને દુર કરવાનું છે. વડાપ્રધાન પોતે કહયુ છે કે તેઓ કેશલેસ ઇન્ડીયા ઇચ્છે છે. જો કેશલેશ ઇન્ડીયા થશે તો અસંગઠીત અર્થવ્યવસ્થા ખતમ થઇ જશે.

(3:02 pm IST)