Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

લદ્દાખના એરબેઝ પર ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સનો ખડકલો

વાતચીત અને શાંતિનો વિશ્વની સામે ઢોંગ કરતા ચીનને જડબાતોડ જવાબ આપવા વાયુસેના પણ સજ્જ

નવી દિલ્હી તા. ૪ : લદ્દાખમાં બ્લેક ટોપ પર ભારતીય સેનાના કબજા બાદ ભારત અને ચીન વચ્ચે ચાર મહિનાથી ચાલુ રહેલો તણાવ ચરમે પહોંચી ગયો છે. બંને દેશોની સેના આમને-સામને છે. એવામાં ચીનના કોઇપણ ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેના પણ હાઇએલર્ટ પર છે અને સંપૂર્ણ રીતે સજ્જ છે.

વાતચીત અને શાંતિનો દેખાવો કરતા ચીનને સબક શીખાડવા માટે હવે ભારતીય વાયુસેના પણ સંપૂર્ણ રીતે સજ્જ છે. સુખોઇ-૩૦, મિગ-૨૯, મિરાજ-૨૦૦૦ જેવા ફાઇટર જેટ્સને ભારતીય વાયુસેનાએ તેમના અગ્રિમ એરબેસ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. જાણકારી મુજબ લદ્દાખ ક્ષેત્રમાં ભારતીય વાયુસેના ચીન એરફોર્સ પર ભારે પડશે. કારણ કે ચીની લડાકુ વિમાનોને ઉંચાઇવાળી જગ્યાએ ઉડાન ભરવી પડે છે. જ્યારે ભારતીય વિમાન મૈદાની વિસ્તારમાંથી એક ઝટકામાં ચીનના વિસ્તારોમાં કહેર વર્તાવી શકે છે.

આ તૈયારી ફકત લદ્દાખમાં નથી એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા વાયુસેનાના પૂર્વી કમાનમાં અગ્રિમ એરબેસની મુલાકાત કરી જે સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશમાં એલએસી સાથે જોડાયેલ સંવેદનશીલ વિસ્તારોમાંથી ચીનની કોઇ પણ હરકતનો જવાબ આપવા માટે તૈયાર છે. ભારતીય વાયુસેનાની આ તૈયારી એટલે મહત્વપૂર્ણ છે કારણ કે વિશ્વની સામે વાતચીત અને શાંતિનો દેખાડો કરી રહેલુ ચીન લદ્દાખ સેકટર અને પૂર્વોત્તર સરહદો પર પણ લદ્દાખ વિમાનની તૈનાતી કરી છે.

(3:06 pm IST)