Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

યુપી : સહકારી ભૂમિ વિકાસ બેંકની ચુંટણીમાં ભાજપાનો ભગવો લહેરાયો : ૨૮૧ શાખાઓમાં જીત

લખનઉ : ઉત્તરપ્રદેશમાં સહકારી ભૂમિ વિકાસ બેંકોની ચુંટણીમાં સત્તાધારી ભાજપા અને તેના સહયોગી ઉમેદવારોએ ૩૧૧ માંથી ૨૮૧ શાખાઓમાં જીત મેળવી છે. આ પહેલા, સહકારી ભૂમિ વિકાસ બેંકોમાં સપાનું વર્ચસ્વ હતું. આ વખતે વિરોધ પક્ષોના સમર્થન વાળા ઉમેદવારો ૩૦ શાખાઓમાં જીત્યા છે. તો કોંગ્રેસ ફકત અમેઠીના જગદીશપુરમાં એક જ જગ્યાએ જીતી શકી છે.

(3:48 pm IST)