Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોના કાળમાં બદલાઇ ગઇ ખરીદીની રીત, આવશ્યક ચીજો પાછળ દોઢ ગણો વધારે ખર્ચ

લોકો હવે રિટેલ સ્ટોરમાં જઇને ખરીદી કરવાના બદલે ઓનલાઇન ઓર્ડર આપી કરિયાણું અને જીવન જરૂરી આવશ્યક ચીજો ઘરે મંગાવી રહ્યા છે તે ઉપરાંત તેઓ એવી જ ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે જેની જરૂર છે

નવી દિલ્હી,તા.૪ : ભારતમાં કોરોના મહામારીના લગભગ છ મહિના વિતી ગયા છે. શરૂઆતના બે મહિના સુધી સમગ્ર દેશમાં કોરોના સંક્રમણને રોકવા લોકડાઉન જાહેર કરાયુ હતુ. ત્યારબાદ આંશિક ધોરણે આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાની મંજૂરી અપાઇ. લોકડાઉન બાદથી દેશના રિટેલ સેકટરમાં ધળમૂળથી પરિવર્તન આવ્યુ છે. લોકો હવે રિટેલ સ્ટોરમાં જઇને ખરીદી કરવાના બદલે ઓનલાઇન ઓર્ડર આપી કરિયાણું અને જીવન જરૂરી આવશ્યક ચીજો દ્યરે મંગાવી રહ્યા છે. તે ઉપરાંત તેઓ એવી જ ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે જેમની જરૂર છે.

એનારોક અને રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ની રિપોર્ટ મુજબ લોકડાઉન બાદ આવશ્યક ચીજવસ્તુઓના સરેરાશ ભાવ લગભગ દોઢ ગણા સુધી વધી ગયા છે. રિટેલમાં ફૂડ અને ગ્રોસરની ડિમાન્ડ દ્યણી વધારે છે. રિટેલ સેકટરની કંપનીઓએ આ સેગમેન્ટમાં દ્યણો ગ્રોથ અનુભવ્યો છે. આ રિપોર્ટ મુજબ લોકડાઉન પહેલા સરેરાશ બાસ્કેટનું મૂલ્ય ૬૫૦ રૂપિયા હતુ જે હવે વધીને ૯૦૦ રૂપિયાએ પહોંચી ગયુ છે.

રિટેલ કંપનીઓનું કહેવુ છે કે કસ્ટમર્સ ગ્રોસરી, અપેરલ, ઇલેકટ્રોનિકસ, ફર્નિચર, કિવક સર્વિસ રેસ્ટોરેન્ટ્સ સેગમેન્ટમાં વી-શેપમાં રિકવરી જોવા મળવાની આશા છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, બે-ત્રણ કવાર્ટરમાં આ તેજી મહત્ત્।મ જોવા મળશે. પર્સનલ કેર, હોમ એસેન્શિયલ સેગમેન્ટમાં આગામી છ કવાર્ટર સુધી સુધારો જોવા મળી શકે છે.

ઓનલાઇન રિટેલ ગ્રોથને લઇને એનારોક રિટેલના એમડી અને સીઇઓ અનુજ કેજરીવાલનું કહેવુ છે કે વર્ષ ૨૦૧૯માં ટોટલ ઓનલાઇન યુઝર્સમાં માત્ર ૧૫ ટકા ઓનલાઇન શોપર્સ છે. વર્ષ ૨૦૨૬ સુધી આ સંખ્યા ૫૦ ટકા સુધી પહોંચી જશે. એક રિપોર્ટમાં એવું જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૬માં રિટેલ સેલ્સમાં ડિજિટલ રિટેલનું યોગદાન ૮-૧૦ ટકા હતુ જે લગભગ ૪૫-૫૦ અબજ ડોલર હતુ હતુ. વર્ષ ૨૦૨૧૫માં ડિજેટલ રિટેલનું યોગદાન ૩૦-૩૫ ટકા પર પહોંચી ગયુ તો કદમાં લગભગ ૫૦ અબજ ડોલરનું હશે

(3:52 pm IST)