Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

યુપી :ત્રણ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા

છેલ્લા ૨૦ દિવસમાં લખીમપુર ખીરી જીલ્લામાં બળાત્કાર કરી હત્યા કરવાની આ ત્રીજી ઘટના

લખીમપુર,તા.૪ : ઉત્ત્।ર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ ગુરૂવારે શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. લખીમપુર ખીરી જિલ્લામાં ૨૦ દિવસમાં બળાત્કારની આ ત્રીજી દ્યટના છે. બાળકી બુધવારના રોજ પોતાના દ્યરેથી લાપતા થઈ હતી. ગામની નજીક જ ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું યૌન શોષણ થયું હોવાની પુષ્ટી થઈ છે. બાળકીના માથાના ભાગ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. બાળકીના પિતાએ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં પોતાના જ ગામના રહેવાસી લેખરામ પર આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર જૂની દુશ્મની હોવાના કારણે તેણે જ તેની દીકરીનું અપહરણ કરી લીધું હતું અને તેની હત્યા પણ કરી દીધી. આ ક્રૂર દ્યટના આચરનારા આરોપીઓને પકડવા માટે પોલીસે ચાર ટીમ બનાવી છે.

ઉત્ત્।ર પ્રદેશનો લખીમપુર ખીરી જીલ્લો ચર્ચાનો વિષય ત્યારે બન્યો હતો જયારે દ્યરેથી સ્કોલરશીપનું ફોર્મ ભરવા નિકળેલી ૧૭ વર્ષની સગીરાનો મૃતદેહ ગામની બહાર મળી આવ્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ તેની પણ હત્યા કરી દેવાઈ હતી. તેનું વિકૃત થઈ ગયેલો મૃતદેહ તેના ગામથી લગભગ ૨૦૦ મીટર દૂર આવેલા એક સૂકાઈ ગયેલા તળાવની પાસે મળી આવ્યો હતો.આ અગાઉ એક ૧૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની પણ હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બાળકી બપોરે ખેતરમાં ગઈ હતી અને જયારે તે દ્યણા સમય સુધી પરત ન ફરી ત્યારે તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તેનો મૃતદેહ પણ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો.

(3:52 pm IST)