Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કંગના અને શિવસેના વચ્ચે જામ્યું શાબ્દિક યુદ્ધ: સંજય રાઉતે કહ્યું-મુંબઇ અમારા બાપની, કંગનાએ આપ્યો જવાબ-- આવું છું, તાકાત હોય તે રોકે

કંગનાના નિવેદન સામે શિવાસેના લાલધૂમ :MNSએ પણ કંગના સામે બાંયો ચઢાવી; કહ્યું દેશદ્રોહનો કેસ કરીને ધરપકડ કરો

મુંબઇઃ મહારાષ્ટ્રમાં શિવસેના અને કંગના રણૌત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે.શિવસેના તેને ધમકી આપી રહી છે. તો કંગના પણ નમવા તૈયાર નથી. કંગનાના મુંબઇ નહીં આવવા દેવાના નિવેદનના જવાબમાં શિવસેનાએ તેને ચારે બાજુથી ઘેરી રહી છે.

શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે મુંબઇ મરાઠી માનુષના બાપની છે, જેણે આ મંજૂર ન હોય તો તે પોતાનો બાપ દેખાડે. શિવસેના મહારાષ્ટ્રના દુશ્મનોનો શ્રાદ્ધ કર્યા વિના રહેશે નહીં, પ્રોમિસ જ્ય હિન્દ, જય મહારાષ્ટ્ર.

શિવસેનાએ શુક્રવારે કંગના રણૌત મામલે પોતાના તેવર વધુ કડક કરી લીધા છે. તેના અન્ય નેતા MLA પ્રતાપ સરનાઇકે કંગનાને રિતસર ધમકી આપતા જણાવ્યું કે કંગનાએ શહેરની ટીકા કરી છે. જેણે તેને મોટી કરી, તે શહેર મુંબઇનું નામ મુંબા દેવી પરથી રાખવામાં આવ્યું છે. કંગનાએ મુંબઇને બદનામ કરી છે. કંગના જ્યારે પણ મુંબઇ પાછી આવશે, ત્યારે શિવસેનાની મહિલા સેના તેની સાથી કંઇક કરશે તો તેની જવાબદારી લેતા શિવસેના પાછી પડશે નહીં.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના પર કડક ટિપ્પણી કરતા કહ્યું કેજે રીતે કંગનાએ મુંબઇ પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેની બદનામી કરી છે. તેને પગલે કંગનાને હવે મુંબઇમાં રહેવાનો અધિકાર નથી

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે જે શહેરમાં કંગના રહે છે, જે શહેરમાં તમે રહો છો, જ્યાં કમાવો છો. તે શહેર અને ત્યાંની પોલીસ અંગે ગમે તે વાતો કરી રહી છો. મુંબઇ પોલીસે હુમલામાં લોકોને બચાવ્યા. કસાબને પકડ્યો. કોરોનાનાં સંકટ કાળમાં 50થી વધુ પોલીસવાળાએ પોતાનો જીવ આપ્યો. તે મુંબઇ પોલીસ અંગે તે આવી વાતો કરી રહી છે

જ્યારે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના નેતા અમેય ખોપકરે પણ કંગના પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે કંગના સામે મહારાષ્ટ્ર સરકાર દેશદ્રોહનો કેસ નોંધી તેની ધરપકડ કરે. કંગનાને શરમ આવવી જોઇએ કે જે શહેરે તેને બધુ આપ્યુ. તે શહેર અને તેની પોલીસને તે બદનામ કરી રહી છે. જો કંગના માફી નહીં માગે અને આવી ટિપ્પણી કરતી રહેશે તો કંગનાને MNSની મહિલા વિંગ પાઠ ભણાવશે. કંગના માનસિક રોગી છે, તેથી સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ લખતી રહે છે.

રાઉતના નિવેદન પછી કંગનાએ ટ્વીટ કરી લખ્યું કે, હું જોઇ રહી છું કે અનેક લોકો મને મુંબઇ પાછી ન ફરવા અંગે ધમકી આપી રહ્યા છે. તેથી મેં નક્કી કર્યું છે કે હું 9 સપ્ટેમ્બરે મુંબઇ આવીશ. મુંબઇ એરપોર્ટ પર પહોંચી હું ટાઇમ પોસ્ટ કરીશ, કોઇના બાપમાં હિમ્મત હોય તો મને રોકી લે.

કંગનાની ટ્વીટના જવાબમાં સંજય રાઉતે ફરી કહ્યું, “આવવા દો તેને જોઇ લેશું. તે મેન્ટલ છે. તેણે POK જતા રહેવું જોઇએ, અમે તેને અમારા ખર્ચે મોકલી દેશું.

 

(9:05 pm IST)