Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

NCBએ સેમ્યુઅલ મિરાન્ડા અને રિયાના ભાઈ શૌવિકની અટકાયત કરી, બંનેના લેપટોપ જપ્ત

સેમ્યુઅલ મિરાન્ડાના ઘરેથી કેટલાક મહત્વના પુરાવા NCBને મળ્યા

મુંબઇ,તા.૪: સુશાંત સિંહ રાજપૂત કેસમાં નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે સવાર સવારમાં રિયા ચક્રવર્તી ઘરે દરોડા પાડ્યા. સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા ઘરે પણ એક ટીમ પહોંચી અને દરોડાના કાર્યવાહી હાથ ધરી.

 લગભગ ૨ કલાકના સર્ચ ઓપરેશન બાદ ફઘ્ગ્દ્ગક ટીમે સેમ્યુઅલ મિરાન્ડાની અટકાયત કરી લીધી. આ અટકાયત provisions of Narcotic Drugs and Psychotropic Substances Act, ૧૯૮૫ હેઠળ થઈ. એવી પણ માહિતી મળી છે કે રિયાના ભાઈ શૌવિકની પણ અટકાયત કરાઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સેમ્યુઅલ મિરાન્ડાના ઘરેથી કેટલાક મહત્વના પુરાવા NCBને મળ્યા છે. ત્યારબાદ તેની અટકાયત થઈ.

NCBએ રિયા ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની હાર્ડ ડ્રાઈવ અને તેમના કેટલાક ઈલેકટ્રોનિક ગેઝેટ્સ જપ્ત કર્યા છે. NCB રિયાના ઘરેથી નીકળતી વખતે શૌવિક ચક્રવર્તીને પણ પોતાની સાથે લઈ ગઈ છે. તેમનું પણ લેપટોપ જપ્ત કરાયું છે. ફઘ્ગ્ સેમ્યુઅલ મિરાન્ડા અને શૌવિકને આમને સામને બેસાડીને પૂછપરછ કરી શકે છે.

NCB સેમ્યુઅલ મિરાન્ડાની જૈદ વિલાત્રા અને અબ્દુલ બસિત પરિહાર સાથે થયેલી વાતચીત, મુલાકાત અને ડ્રગ્સ ડીલ અંગે પૂછપરછ કરશે. ડ્રગ્સ ખરીદીને લઈને સેમ્યુઅલ મિરાન્ડાની શૌવિક ચક્રવર્તી સાથે થયેલી ચેટ ઉપરાંત રિયા ચક્રવર્તી અને શૌવિકની ભૂમિકા અંગે પણ તપાસ થશે.

કહેવાય છે કે શૌવિક અને અબ્દુલ બાસિત પરિહારની મુલાકાત એક ફૂટબોલ કલબમાં થઈ હતી. બંનેની દોસ્તી ત્યાંથી આગળ વધી અને અબ્દુલે શૌવિકને જૈદ સાથે મેળવ્યો. જૈદની સાથે સેમ્યુઅલ મિરાન્ડાની ઓળખાણ શૌવિકે કરાવી. આ મિત્રતા એટલી ગાઢ બની ગઈ કે અબ્દુલ બાસિત પરિહાર અનેકવાર શૌવિકના ઘરે પણ જઈ આવ્યો છે.

એનસીબી પાસે પુરાવા તરીકે અત્યાર સુધીમાં વોટ્સએપ ચેટ છે. શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની કોલ ડિટેલ્સ છે. જેમાં તેની અને ડ્રગ પેડલર્સની વાતચીતના પુરાવા છે. આ ઉપરાંત પૈસા માટે લેવડદેવડના પણ પુરાવા છે. જેમાં ૧૦ હજાર રૂપિયા આપીને સેમ્યુઅલે શૌવિક માટે ડ્રગ્સ ખરીદી. આવામાં એનસીબી ડ્રગ્સ ઓપરેશન ચલાવીને સપોર્ટિંગ પુરાવા ભેગા કરવાની કોશિશમાં છે. આ ઉપરાંત ૬૭ એનડીપીસી એકટ હેઠળ આરોપી ડ્રગ્સ પેડલર્સના નિવેદનો છે જેના આધારે ધરપકડ થઈ શકે છે. એનસીબીએ રિયા અને શૌવિકની પૂછપરછ કરી છે.

NCBના મુંબઈ ઝોનના ઝોનલ ડાઈરેકટર સમીર વાનખેડે પણ રિયાના ઘરે દરોડા વખતે હાજર રહ્યાં હતાં.  NCBની ટીમે રિયાના ઘરની બિલ્ડિંગના સમગ્ર કેમ્પસમાં તપાસ કરી હતી. રિયાના ઘરની અંદર લેપટોપ, મોબાઈલ, અને ઈલેકટ્રોનિક ડિવાઈઝનું પણ ચેકિંગ ટીમે કર્યું હતું. ફઘ્ગ્હ્ય્ રિયાની ગાડીની પણ તલાશી લીધી. ત્યારબાદ રિયાના લેપટોપ અને અનેક ઈલેકટ્રોનિક ગેઝેટ્સ સીલ કર્યાં.

(3:54 pm IST)