Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સુશાંત કેસમાં ડ્રગ્સ કનેકશન મામલે ઘુમરાતી તપાસ

નારકોટીકસ કંટ્રોલ બ્યુરોની ટીમે રીયા ચક્રવર્તીના ઘરે ઘેરો ઘાલ્યો : રીયાના ભાઇ શૌવિક ચક્રવર્તી અને એક ઝડપાઇ ચુકેલ ડ્રગ ડીલર જૈદ વિલાત્રા વચ્ચે જોવા મળતી સાંઠગાંઠ : જો કે સીબીઆઇ કહે છે કે આ બધુ અનુમાન આધારીત છે

મુંબઇ તા. ૪ : સુશાંતસિંહ રાજપુત મામલામાં ડ્રગ્સ કનેકશન તપાસી રહેલ નારકોટીકસ કંટ્રોલ બ્યુરો શુક્રવારે મહત્વની કડી હાથ લાગી હોય તેમ મુખ્ય આરોપી રીયા ચક્રવર્તીના ઘરે પહોંચી ગયેલ છે. એન.સી.બી.  આ મામલે પ્રવર્તન નિર્દેશાલયનો સંપર્ક કર્યા પછી છેલ્લા કેટલાય દિવસોથી આ મામલે જાણકારી મેળી રહેલ છે. એનસીબીને રીયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તી અને ઝડપાઇ ચુકેલ ડ્રગ ડીલર જૈદ વિલાત્રા વચ્ચે સાંઠગાંઠ જોવા મળી છે.

એનસીબીની બીજી ટીમ સુશાંતના મેનેજર સૈમુઅલ મિરાંડાના ઘરે તપાસ કરવા પહોંચી છે. એજન્સીના સુત્રોએ જણાવ્યા મુજબ ૨૦ વર્ષના જૈદ વિલાત્રાએ  શૌવિક અને મિરાંડાને ડ્રગ્સ સપ્લાય કર્યુ હતુ. બન્ને વચ્ચે એક ૨૩ વર્ષના અબ્દુલ બાસિત પરિહારે મધ્યસ્થીનું કાર્ય સંભાળ્યુ હતુ.

ગયા સપ્તાહે એનડીટીવી સાથેના એક ઇન્ટરવ્યુમાં રીયા ચક્રવર્તીએ જણાવ્યુ હતુ કે તેણીએ પોતાની જીંદગીમાં કયારેય ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી. એવો દાવો પણ કરેલ કે સુશાંતને મૈરૂઆનાનો ઉપયોગ કરતા પણ તેણે જ અટકાવ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ ૧૪ જુને તેના મુંબઇ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો ત્યારે મુંબઇ પોલીસે આત્મહત્યાથી મૃત્યુની આશંકા વ્યકત કરી હતી. પરંતુ હવે આ મામલે કેટલાક મુદ્દા અલગ ફંટાયા છે. સીબીઆઇ અને એનસીબી આની તપાસ કરી રહી છે. ૨૮ વર્ષીય એકટ્રેસ રીયા ચક્રવર્તી અને તેમના પરિવાર પર સુશાંતના પરિવાર દ્વારા વ્યકત કરાતી દગા અંગેની આશંકાઓ અને આત્મ હત્યા માટે મજબુર કરાયાના આરોપોથી નવો જ વળાંક આવ્યો છે. હવે આમા ડ્રગ્સ કનેકશન ખુલી રહ્યુ છે.

એવુ પણ બહાર આવ્યુ છે કે છેલ્લા મહીનાઓમાં સુશાંતની સારવાર કરી રહેલ માનસીક રોગ નિષ્ણાંતોની પોલીસી પુછપરછમાં સુશાંત ભારે ડીપ્રશાન એન્જાઇટી અને એન્જીસ્ટેશયલ ક્રાસીસથી ભારે પરેશાન હતો.ે બાઇપોલર ડીસઓર્ડર પણ હતો. જેથી તેની હાલત વધુ બગડી રહી હતી. તેનો ઇલાજ કરવો મુશ્કેલ બની રહ્યો હતો.

ત્યારે ગુરૂવારે સાંજે સીબીઆઇએ જણાવ્યુ કે મીડીયામાં તેમના માધ્યમથી જે જાહેર થઇ રહ્યુ છે તે માત્ર અનુમાન છે. તત્થ આધારીત કઇ નથી. એજન્સીના પ્રવકતા કે જવાબદાર સભ્યએ કોઇ માહીતી રજુ કરી નથી.

(3:57 pm IST)