Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અમેરિકાના બજેટની ખાધ ૩૩૦૦ અરબ ડોલર પહોંચવા અનુમાન

કોરોનાના પાંચમા રાહત પેકેજ અંગે ગડમથલઃ પર્સનલ-કંપની ટેકસની આવકમાં અનુક્રમે ૧૧ અને ૩૪ ટકાનો ઘટાડો : હાલની અમેરિકાની આર્થીક સ્થિતિ બીજા વિશ્વયુધ્ધ પછી જેવી

વોશીંગ્ટન તા. ૪: અમેરિકી સરકારના બજેટ ખાધ રેકોર્ડ ૩૩૦૦ અરબ ડોલર પહોંચવાનું અનુમાન છે. કોરોનાથી નિપટવા જાહેર કરાયેલ ઉપાયો ઉપર ખર્ચ અને અર્થ વ્યવસ્થાને ગતિ આપવા ર હજાર અરબ ડોલરથી વધુનું પ્રોત્સાહન ઉપાયો જોતા બજેટની ખાધ રેકોર્ડ સ્તરે પહોંચવાની આશંકા છે.

કોંગ્રેસ બજેટ કાર્યાલયે અનુમાન દર્શાવ્યું છે. ખાધમાં વૃધ્ધીનો અર્થ છે કે સંધીય દેણું આવતા વર્ષ સુધી વાર્ષિક સકળ ઘરેલું ઉત્પાદનને પાર કરી જાશે. આ સ્થિતિ ઠીક એવી જ છે જેવી બીજા વિશ્વયુધ્ધ બાદ થયેલ.ર૦૧૯ ની ખાધથી ત્રણ ગણા વધુ ૩૩૦૦ અરબ ડોલરની ખાધનું અનુમાન બુધવારે જાહેર થયેલ. ર૦૦૮-૦૯ માં આવેલ નરમાશના સ્તરથી બે ગણી છે. એક તરફ જયાં સરકારના ખર્ચ વધી રહ્યા છે ત્યારે મંદીથી રાજસ્વ ઘટયું છે. વ્યકિતગત ટેકસ સંગ્રહ ગત વર્ષ કરતા ૧૧ ટકા ઓછું છે, જયારે કંપની ટેકસ ૩૪ ટકા ઓછા છે.

કોરોનાને રોકવા માટે અર્થવ્યવસ્થાને બંધ કરાયેલ. જેની અસર અર્થ વ્યવસ્થા અને લોકોના રોજગાર ઉપર પડી છે. રોજગારી છુટી જનાર માટે ૧ર૦૦ ડોલરનું સીધું રાહત ભુગતાન કરાયેલ અને પ્રોત્સાહન ઉપાયોની જાહેરાતો કરાયેલ.

વધતા ખર્ચને જોતા સાંસદ અને વ્હાઇટ હાઉસ પાંચમા રાહત પેકેજને લઇને કામ કરી રહ્યા છે. રિપબ્લીક સાંસદોમાં વધતી લાગતને લઇને ચિંતામાં છે. જયારે ડેમોક્રેટીક બહુમતીના સદનમાં મેમાં ૩પ૦૦ અરબ ડોલરના પેકેજને મંજુરી મળેલ. પણ સદનના અધ્યક્ષ થેલોસીએ ઘટાડીને રર૦૦ અરબ કરેલ.

(3:57 pm IST)