Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોના કાળમાં કોટનએ કાઢ્યું કાઠું

લોકડાઉનમાં ફેશન માર્કેટને લાગ્યો ધક્કો કમ્ફર્ટવેરનો રહ્યો દબદબો : બાલતોરામાંથી સેંકડો ટ્રક કાપડ માલ દક્ષિણ તરફ રવાના થયો હતો. મુંબઈ, સૂરત શહેર સિવાય કાપડ બજારમાં ધૂમ રહી.

રાજકોટ,તા. ૪: જયારથી દેશમાં કોરોના એ એન્ટ્રી લીધી ત્યારથી લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. લોકડાઉનમાં લોકો ભાર નીકળી શકતા નહતામ ભાર જવા આવવાના પ્રસંગો બંધ હતા એવામાં ઘરમાં જ રહેવાના લીધે લોકોમાં કમ્ફર્ટવેર પ્રથમ પસંદ બની રહ્યું હતું, દેશમાં કોટન માર્કેટ સાથે જોડાયેલા લોકો પણ માને છે કે કોર્ન સમયે ફેશનવેર માર્કેટના કાળા દિવસો જોવાઈ રહ્યા છે એવામાં કોટને કાઠું કાઢ્યું છે તેમ કહી શકાયમ છેલ્લા ૫ મહિનાથી લોકો ઘરમાં બંધ હતા એવામાં બહાર જવા માટે અને બહાર ફેશન કરવા જવાનો તો વિચાર જ કેવી રીતે થઇ શકે! અનલોક માં પણ દેશમાં જો જોવા જઈએ તો ૨૫ થી ૩૦% લોકો જ ઘરની બહાર નીકળે છે, મોટાભાગની કંપનીઓએ વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ ઙ્ગઅપનાવી લીધો છે. કોટન બજારમાં નાના વેપારીઓ જણાવે છે કે તેમને ત્યાં કોટનની નાઇટી, કુર્તી, બરમુડા, શોર્ટ્સ, ટ્રેક, ગંજી, સેન્ડો, વગેરે જેવા કપડાંની સૌથી વધુ ડિમાન્ડ રહી છે. જાણીને નવાઈ લાગશે કે આવા નાના કપડાંની બજારમાં તેજી એટલી જોવા મળી કે માલ પૂરો પાડવો મુશ્કેલ બની ગયો.

જયારે કોરોના સમયમાં લોકો ઘરથી બહાર જવાનું ટાળતા હતા ત્યારે સૂરત , અમદાવાદમ, મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ, બેંગ્લોર, ભીલવાડા, વગેરે જગ્યાએ કાપડ ઙ્ગમાર્કેટમાં મંદી જોવા મળી રહી હતી. રાજસ્થાનના બાલતોરા અને પાલી જેવા કાપડ ઉત્પાદનના ગામમાં પણ કાપડ બજાર સુસ્ત હતી. કેરળ અને તામિલનાડુ જેવા બજારમાં પરંપરાગત ઘરમાં પહેરવાના કપડાંની જેમ કે નાઇટી, બરમુડા, કપડાની માંગ એ ધૂમ તેજી બતાવી, કાપડ બજારના મલિક જણાવે છે કે આ સમયે પ્રિન્ટિંગ અને કારખાનાને રાત દિવસ ચાલુ રાખવા પડ્યા છે. જુલાઈ સુધીની સ્થિતિ એવી હતી કે ગૌણ અને નાઇટી માર્કેટમાં તો સેંકડોની સંખ્યામાં ઉત્પાદન થયું હતું, એવી સ્થિતિ પણ ઉભી થઇ હતી કે માલમાં વેપારી એવું કહેવા લાગ્યા કે જે પણ માલ હોય બસ મોકલી દો કલર ડિઝાઇન વગેરે બાબતે કોઈ જ પસંદગી નહતીમ આર્થિક સ્થિતિ એવી હતી કે વેપારીઓ એડવાન્સ પેમેન્ટ કરી આપતા હતા એવામાં માલ પૂરો પડવો કયારેક મુશ્કેલ બની રહેતું હતુંમ ઓગસ્ટ મહિનામાં લોકો નાઇટી ૮૦ થી ૧૧૦ રૂપિયામાં વેચવા લાગ્યા.

. નવા મશનીનો મુકાયા

બાલતોરાનાં એક વેપારી જણાવે છે કે નાઇટી માર્કેટમાં ખુબ તેજી રહી. બાલતોરામાં મજૂરોને માટે ૫૦ થી ૭૦ જેટલા નવા મશીનો પણ મુકવા પડ્યા હતા. પ્રિન્ટીંગના લગભગ ૧૨૫ થી ૧૫૦ કરોડ સુધીના નવા મશીનો માટે રોકાણ કરવાનું પણ ઉદ્યોગકારો વિચારી રહ્યા છે.

. ૨૫૦ થી ૫૦૦ રૂ. સુધીના કપડાની ડીમાન્ડ

જેતપુરના કાપડ ઉત્પાદક ભરતભાઈ જણાવે છે કે નીચી રેન્જના ગાઉન , કુર્તી, દુપટ્ટા, જેવા કપડાંની ખુબ માંગી રહી છે. અમદાવાદના વેપારી વિકાસ કોઠારીના કહ્યા અનુસાર ૧૦૦ રૂ. થી ૧૫૦ રૂ. સુધીના કપડાંની માંગ ખુબ જોવા મળી હતી. સલવાર કુર્તાની રેન્જમાં ખુબ તેજી જોવા મળી હતી. ઘરમાં પહેરવાની કુર્તિઓની માંગ એવી રહી કે માલ પહોંચાડવો મુશ્કેલ બની ગયો હતો. પાલી જે કાપડ બજારનું હબ બની રહ્યું છે ત્યારે ૨૫૦ થી ૫૦૦ સુધીના રેન્જના કપડાં ખુબ ડિમાન્ડમાં રહેશે.

. સૂરતની સાડીઓ કબાટ જુએ છે :-

સૂરત ફેશન માર્કેટમાં સૌથી આગળ જોવા મળે છે ત્યારે સાડી અને બીજા કપડામાં સિન્થેટિક કાપડમાં મંદી જોવા મળી છે. હાલમાં સિન્થેટિક કાપડ માર્કેટ ખુબ જ ખરાબ સમય માંથી પસાર થઇ રહ્યું છે. છેલ્લા ૫ મહિનાથી લોકો સામાજિક કાર્યક્રમો, પ્રસંગોથી દૂર છે તેવામાં સાડીઓની ખરીદી માટે વિચારવું જ દૂરની વાત છે. લગ્ન, સમારોહ બધું બંધ હોવાના લીધે લગ્નના પરિધાન, જેમાં સાડી, લહેંગા, ચણીયા ચોળી, વગેરે ઉઘોગો બંધ થઇ પડ્યા છે. સૂરતમાં નીટિંગ ઉત્પાદકો અત્યારે નવરા થઇ ગયા છે આ ઉઘોગ સાથે જોડાયેલા વેપારી કૈલાશ વિનય કનોડિયા જણાવે છે કે કુર્તી માર્કેટમાં ૩૦૦ થી ૫૦૦ સુધીની રેન્જમાં માંગ હતી પરંતુ તેવા સમયે મજૂરો, શ્રમિકો નહતા આથી ઉત્પાદન બંધ પડ્યું હતું.

(3:58 pm IST)