Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કાલે ગુજકેટની પરીક્ષાનું વેબસાઈટ ઉપર પરિણામ

રાજકોટ, તા. ૪ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થનાર છે.

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૦ના ઉમેદવારોનું પરિણામ આવતીકાલે તા.૫ના શનિવારે સવારે ૮ વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર ઓનલાઈન મૂકવામાં આવશે.

ગુજકેટની માર્કશીટનું વિતરણ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, ઓગષ્ટ ૨૦૨૦ પૂરક પરીક્ષાના પરિણામના પ્રમાણપત્ર સાથે કરવામાં આવશે. જેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

ગુજકેટના તેમના વિષયની ઓએમઆરની ઝેરોક્ષ નકલ મેળવવી હોય તો તેના માટેની વિગતો બોર્ડ દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

(4:32 pm IST)