Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સુશાંતસિંહના મિત્રોએ મને થોડો જલ્‍દી બોલાવીને દરવાજાનું લોક ખોલાવત તો કદાચ તેનો જીવ બચી જાતઃ ચાવીવાળા રફીકની પૂછપરછ કરતી સીબીઆઇ

મુંબઇ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કથિત સુસાઇડ બાદ તેમના રૂમમાં કુલ 5 લોકો હાજર હતા.

જોકે, સુશાંતે પોતાના રૂમમાં આત્મહત્યા કરી હતી, ત્યારબાદ દરવાજો ભારે મહેનત બાદ તૂટી શક્યો ન હતો. એટલા માટે સુશાંત સાથે તેમના ઘરમાં જ રહેનાર તેમના એક મિત્રએ ચાવીવાળા રફીકને બોલાવીને દરવાજાનું લોક તોડ્યું હતું. ત્યારબાદથી જ રફીક સુશાંત કેસમાં સૌથી મહત્વપૂર્ણ સાક્ષી બની ચૂક્યો હતો.

સારું કામ કરી રહી છે સીબીઆઇ

સુશાંત કેસની તપાસ કરી રહેલી સીબીઆઇની એક ટીમે પણ રફીક સાથે પૂછપરછ કરી હતી. રફીકના અનુસાર સીબીઆઇએ પૂછપરછ માટે તેમને બોલાવ્યા હતા અને તેમણે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. રફીકના અનુસાર સીબીઆઇ સારું કામ કરી રહી છે જલદી જ આ કેસની તમામ સચ્ચાઇ સામે આવી જશે.

દરવાજાનું લોક ખોલવા માટે મળ્યા 2000 રૂપિયા

રફીકે જણાવ્યું હતું કે 14 જૂન બાદ મારા જીવનમાં ખૂબ જલદી બદલાવ આવ્યો છે. હવે હું જવાબ આપી આપીને થાકી ગયો છું. 14 જૂનના દિવસને હું ક્યારેય ભૂલી શકીશ નહી તે દિવસે હું સુશાંતના ઘરનું લોક ખોલવા ગયો હતો. આ કામના મને 2000 રૂપિયા મળ્યા હતા. પરંતુ સુશાંતની ડેડ બોડી જોઇ તણાવમાં આવી ગયો હતો. વચ્ચે એટલો પરેશાન થઇ ગયો છું કે 15 દિવસ મેં  દુકાન બંધ રાખી હતી.

હું હજુ પણ વિચારી રહ્યો છું કે મેં લોક કેમ ખોલ્યું

સીબીઆઇને મે તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા, સુશાંતની ઘટના બાદ 2 દિવસ હું જમી ન શક્યો. હું અત્યારે પણ વિચારી રહ્યો છું કે મેં લોક કેમ ખોલ્યું. 1 મહિના બાદ સુશાંત જેવો જ એક કેસ આવ્યો. હું એટલો ડરી ગયો હતો અને વિચારી રહ્યો હતો કે દરવાજો ખોલું કે નહી? દરવાજો ખોલ્યો તો અંદર એક ઘરડો વ્યક્તિ સુતો હતો જેની તબિયત ખરાબ હતી. અમે તેની મદદ કરી અને જલદી હોસ્પિટલ મોકલ્યો અને તેનો જીવ બચાવ્યો.

બચી શકતો હતો સુશાંતનો 'જીવ'

રફીકે જણાવ્યું કે જો સુશાંતના મિત્ર મને થોડા જલદી બોલાવીને દરવાજાનું લોક ખોલાવતા તો કદાચ સુશાંતનો જીવ બચી શકતો હતો. લોક ખોલતાં સુશાંતનો જીવ બચી જાત અને મારા હાથે જીવનનું સૌથી સારું કામ હોત. પરંતુ જ્યાં સુધી હું પહોંચતો સુશાંતે દુનિયાને અલવિદા કરી દીધું.

(4:36 pm IST)