Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

માત્ર યુવતીને લઈને ડાલ્ટનગંજથી છેક રાંચી પહોંચી રાજધાની ટ્રેન

આંદોલનને લીધે ટ્રેન રોકવી પડી : ટ્રેનમાં બેસેલી યુવતીએ બસમાં જવાનો ઇન્કાર કર્યો, કારની વિકલ્પ પણ ફગાવી દેતા તેની જિદ આગળ રેલવેએ પણ ઝૂકવુ પડ્યુ

રાંચીઃ દિલ્હી -રાંચી રાજધાની ટ્રેન માત્ર એક યુવતીને  લઈને ડાલ્ટનગંજથી રાંચી રવાના થઈ હતી.વાસ્તવમાં ડાલ્ટનગંજના આંદોલનના લીધે ટ્રેનને રોકવી પડી હતી. તેના પછી ટ્રેનમાં સવાર 930 યાત્રીઓને બસના માધ્યમથી રાંચી મોકલવામાં આવ્યા. પરંતુ ટ્રેનમાં બેસેલી યુવતીએ બસમાં જવાનો ઇન્કાર કર્યો, તેની જિદ આગળ રેલવેએ પણ ઝૂકવુ પડ્યુ.

રેલવે  અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેન રાતે એકથી દોઢ વાગ્યા સુધી રાંચી પહોંચવાની સંભાવના હતી. રેલવેએ પોતાની જિદ પર અડેલી રહેલી યુવતીનું નામ અનન્યા દર્શાવ્યુ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે પહેલા તેમને લાગ્યું કે ટાના ભગત આંદોલન ખતમ થઈ જશે તો રાત સુધી ટ્રેન રાંચી પહોંચી જશે.પરંતુ આમ થયું નહી અને ટાના ભગત આંદોલન લાંબા સમય સુધી ચાલ્યુ. તેના પછી રેલવેએ નિર્ણય કર્યો કે આંદોલનના લીધે અટવાયેલા પ્રવાસીઓને બસના માધ્યમથી રાંચી સુધી પહોંચાડવામાં આવે. આ વાતમાં બીજા મુસાફરો તૈયાર થયા, પરંતુ તે યુવતી તૈયાર ન થઈ. તેણે કહ્યું કે જો તેણે બસથી જ જવું હોત તો દિલ્હીથી જ બસનો પ્રવાસ ખેડત, ટ્રેનની ટિકિટ ન લેત.

 

યુવતીને કારનો વિકલ્પ પણ આપવામાં આવ્યો, પરંતુ યુવતી માની જ નહી. તેથી રેલવેએ તેની જિદ આગળ ઝૂકવુ પડ્યુ અને ટ્રેને રસ્તો બદલી યુવતીને રાંચી સુધી પહોંચાડી. આ ઉપરાંત યુવતી એકલી હોવાના લીધે રેલવેએ તેની સલામતીની વ્યવસ્થા પણ કરવી પડે. યુવતીની સાથે ટ્રેનમાં આરપીએફએફ(RPPF)નો એક અધિકારી અને કેટલીક મહિલા કર્મચારીઓ પણ જોડે રાખવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ વિદેશમાં બનતી હોય છે. ભારતમાં આ પ્રકારની ઘટનાઓ ભાગ્યે જ બને છે. રેલવેએ પણ તેના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જ કોઈ એક યાત્રી માટે આ રીતે વિશેષ ટ્રેન દોડાવી હશે.

(6:39 pm IST)