Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સુશાંતસિંહ કેસમાં ડ્રગ પેડલર બસિતને NCB એ રિમાન્ડ પર લીધો : મેરિજુઆના અંગે બન્ને ભાઈબહેનની વાતચીત ઝડપાઇ : સુશાંતની આત્મહત્યા બાજુએ રહી ગઈ : વાત ડ્રગ્સ તરફ ફંટાઈ ગઈ : મોટી નવજુનીના એંધાણ

મુંબઈ: ડ્રગ્સને લગતા  કેસમાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની ટીમે આજે ડ્રગ પેડલર બાસિતને કોર્ટમાં રજૂ કર્યો હતો.  કોર્ટે બસીત પરિહારને 9 સપ્ટેમ્બર સુધી એનસીબી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.  હવે એનસીબી શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્દાની સામે બેસાડી બાસિતની પૂછપરછ કરશે.


નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની ટીમે લગભગ 3.30 કલાક સુધી રિયાના ઘરની તલાશી લીધી હતી.  ત્યારબાદ એનસીબીની ટીમ શોવિકને તેની સાથે પૂછપરછ માટે લઈ ગઈ હતી.

રિપબ્લિક મીડિયા નેટવર્કએ 15 માર્ચ, 2020 થી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક વચ્ચેની વોટ્સએપ ચેટ્સ નો પર્દાફાશ કર્યો છે. આ ચેટમાં બન્ને ભાઇ-બહેન 'મેરિજુઆના' (ગાંજા) વિશે ચર્ચા કરી રહ્યા છે.  એક ખાનગી વોટ્સએપ જૂથમાં - જેમાં રિયા, શૌવિક, સેમ્યુઅલ મીરાંડા, દિપેશ સાવંત, ડ્રગની ખરીદી તરફની વાતચીત કરે છે.

ચેટમાં રિયા શાવિકને પૂછે છે કે કેટલી પુડીની જરૂર છે.  અને શૌવિક તેમને સમજાવે છે કે તેઓ તેને કેવી રીતે ખરીદશે.

બુધવારે એનસીબીએ રિયાના ભાઈ શૌવિકની સીડીઆર મેળવી હતી.  જેના પરથી જાણવા મળ્યું છે કે શૌવિકે સુશાંતના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને જૈદ સાથે મેળાપ કરાવેલ, જેની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.  શૌવિકના 17 માર્ચ 2020 ના મેસેજ દ્વારા આ વાત બહાર આવી.

મંગળવારે એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા બે ડ્રગ પેડલર્સમાં જૈદ એક છે.  તેણે કબૂલાત કરી છે કે તે શૌવિકને જાણે છે અને રિયાના ભાઈ શૌવિકને ઘણી વખત ડ્રગ્સ સપ્લાય કરતો હતો.  આ બંને સિવાય બાસીત નામનો એક શખ્સ પણ છે જેની તપાસ એજન્સીએ ધરપકડ કરી છે. સુશાંત આત્મહત્યા કેસ રસપ્રદ મોડ પકડતો જાય છે. પરંતુ બધી વાત હોવી ડ્રગ્સ તરફ ફંટાય ગઈ છે અને સુશાંતના મૃત્યુ પાછળના ભેદની વાત વિસરાય ગઈ છે.

(9:37 pm IST)