Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

દેશમાં કોરોના કેસની સંખ્યા 40 લાખને પાર પહોંચી : 31 લાખથી વધુ દર્દીઓ રિકવર : મૃત્યુઆંક 69,630

40.14 લાખથી વધુ કેસ પૈકી 8,43 લાખથી વધારે એક્ટીવ કેસ

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 40 લાખને પાર પહોંચ્યો છે આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 83,341 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1,096 દર્દીઓના મોત થઈ ગયા છે

  રાત્રે 11 વાગ્યે આ લખાઈ છે ત્યારે દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 40,14, 778 થઇ છે  8,43 લાખથી વધારે એક્ટીવ કેસ  છે જયારે 31 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા છે જયારે મૃત્યુઆંક 69,630  થયો છે હવે ભારત કોરોના વાયરસના કેસ મામલે બીજા ક્રમે પહોંચી જશે.

બ્રાઝીલમાં અત્યાર સુધી કોરોના વાયરસ 40,41,638 કેસ સામે આવ્યા છે પરંતુ ત્યાં કોરોનાનો મૃત્યુઆંક ભારતની તુલનામાં બમણો છે. બ્રાઝીલમાં કોરોનાને કારણે 1,24,614 લોકોના મોત થયા છે.

કોરોનાના કેસ મામલે અમેરિકા પહેલા ક્રમે છે. અમેરિકામાં અત્યાર સુધી 61,49,516 કેસ નોંધાયા છે જ્યારે 1,86,785 લોકોના મોત થયા છે. ત્યાં કોવિડ-19ના 36,95,774 એક્વિટ કેસ છે.

(11:26 pm IST)