Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મુકેશ અંબાણી ૧૫,૦૦૦ રૂપિયાનું લેપટોપ લોન્‍ચ કરવાની તૈયારીમાં

HP,Dell અને LENOVOનું સામ્રાજય ખતમ થશે !

નવી દિલ્‍હી, તા.૩: ભારત અને એશિયાના બીજા સૌથી મોટા અમીર મુકેશ અંબાણી વધુ એક ધમાકો કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમની કંપની Reliance Jio એક સસ્‍તું લેપટોપ લોન્‍ચ કરવા જઈ રહી છે. તેનું નામ JioBook રાખવામાં આવ્‍યું છે અને તેની કિંમત માત્ર ૧૫,૦૦૦ રૂપિયા એટલે કõ ઼૧૮૪ હશે. કંપની અગાઉ સસ્‍તો સ્‍માર્ટફોન JioPhone લાવી હતી અને હવે લેપટોપમાં પણ આ સફળતાને પુનરાવર્તિત કરવા માંગે છે. હાલમાં, HP, Dell અને Lenovo દેશના લેપટોપ માર્કેટમાં પ્રભુત્‍વ ધરાવે છે. પરંતુ રિલાયન્‍સના ઉતરાણ સાથે આ કંપનીઓને આકરી સ્‍પર્ધા મળે તેવી શકયતા છે.

રિપોર્ટ અનુસાર, રિલાયન્‍સ જિયોના લેપટોપમાં ૪ઞ્‍ સિમ લગાવવામાં આવશે. કંપનીએ આ માટે વિશ્વની જાણીતી કંપનીઓ ક્‍વોલકોમ અને માઇક્રોસોફ્‌ટ સાથે હાથ મિલાવ્‍યા છે. ક્‍વાલકોમ આ માટે ચિપ ટેક્રોલોજી આપશે જ્‍યારે માઇક્રોસોફ્‌ટ કેટલીક એપ્‍સ માટે સપોર્ટ આપશે. Jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. તેના ગ્રાહકોની સંખ્‍યા ૪૨ કરોડથી વધુ છે. જો કે, કંપનીએ તરત જ JioBook પર ટિપ્‍પણી કરી ન હતી.

સૂત્રોનું કહેવું છે કે રિલાયન્‍સનું લેપટોપ આ મહિને શાળાઓ અને સરકારી સંસ્‍થાઓમાં ઉપલબ્‍ધ થશે. તેનું કન્‍ઝ્‍યુમર લોન્‍ચ આગામી ત્રણ મહિનામાં થઈ શકે છે. JioPhoneની જેમ તેનું 5G વર્ઝન પણ પછીથી આવશે. Jiંo ફોન ગયા વર્ષે લોન્‍ચ થયો હતો. આ $100 કેટેગરીમાં સૌથી વધુ વેચાતો સ્‍માર્ટફોન છે. કાઉન્‍ટરપોઇન્‍ટના મતે છેલ્લા ત્રણ ક્‍વાર્ટરમાં તેણે ૨૦ ટકા બજાર કબજે કર્યું છે.

JioBook સ્‍વદેશી રીતે બનાવવામાં આવશે. કંપનીએ આ માટે કોન્‍ટ્રાક્‍ટ ઉત્‍પાદક ફ્‌લેક્‍સ સાથે હાથ મિલાવ્‍યા છે. કંપનીને આશા છે કે તે લેપટોપમાં પણ JioPhoneની સફળતાની નકલ કરવામાં સક્ષમ હશે. કંપની માર્ચ સુધીમાં લાખો લેપટોપ વેચવાનું લક્ષ્ય ધરાવે છે. રિસર્ચ ફર્મ IDC અનુસાર, ગયા વર્ષે દેશમાં ૧.૪૮ કરોડ PCs વેચાણ માટે મોકલવામાં આવ્‍યા હતા. અત્‍યારે તે HP, Dell અને Lenovં દ્વારા ભુત્‍વ ધરાવે છે.

કાઉન્‍ટરપોઈન્‍ટ એનાલિસ્‍ટ તરુણ પાઠકના જણાવ્‍યા અનુસાર, JioBookના લોન્‍ચથી દેશમાં ઓછામાં ઓછા ૧૫ ટકા લેપટોપ માર્કેટ સેગમેન્‍ટને વેગ મળવાની  અપેક્ષા છે. આ લેપટોપ પર Jioની પોતાની ઓપરેટિંગ સિસ્‍ટમ JioOS ઇન્‍સ્‍ટોલ કરવામાં આવશે અને તેમાં JioStore પરથી એપ્‍સ ડાઉનલોડ કરી શકાશે. Jio એવા કોર્પોરેટ કર્મચારીઓને ટાર્ગેટ કરી રહ્યું છે જે હાલમાં ઘરેથી કામ કરી રહ્યા છે. આવા લોકો માટે Jioનું લેપટોપ ટેબલેટનો વિકલ્‍પ બની શકે છે. Jio એ 2020 માં KKR & Co Inc અને સિલ્‍વર લેક જેવા મોટા રોકાણકારો પાસેથી લગભગ ઼૨૨ બિલિયન એકત્ર કર્યા હતા. કંપનીએ ૨૦૧૬માં ટેલિકોમ સેક્‍ટરમાં ગભરાટ સર્જ્‍યો હતો. કંપનીએ ગયા વર્ષે એક સસ્‍તો 4G સ્‍માર્ટફોન લોન્‍ચ કર્યો હતો.

(12:00 am IST)