Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જગતારિણી માં આદ્યશકિત

નોરતુ ૯મું : યા દેવી શકિતરૂપેણ સંસ્‍થિતાં

આ કલિકાલ માં માં જગદંબા અને ગણપતિની આરાધના કરવાથી ભકત શિધ્રફળ પામે છ.ે આપણા શાષાોમાં આદ્યશકિતના અનેક સ્‍વરૂપોના વર્ણન જોવા મળે છે મા આદ્યશકિતવિઘ્‍ન નારાયણી રૂપે આ સ્‍થુલ જગત પર અનેક ધર્મ સ્‍વરૂપે વિચરી રહી છે. તેના નિરંજન, નિરાકાર સ્‍વરૂપને કોઇ બ્રહ્મ, કોઇ તત્‍વ અથવા શકિત સેવા અનેક સ્‍વરૂપે કલ્‍પે છે પરંતુ સાકાર નિરાકરની કલ્‍પનાના મંથનમાં ઋષીઓ, તપસ્‍વીઓ અને યુગદ્રષ્‍ટાઓ પણ મુંઝાયા છે. પરંતુ ભગવાન વિષ્‍ણુએ ભગવતીને શ્રેષ્‍ઠ ભાવે અર્થાત જનનિ ભાવે સ્‍તૃતિ કરતા કહ્યું છે કે હે માં હુ તારા સગુણ કે નિર્ગુણ સ્‍વરૂપને જાણતો નથી પરંતુ એટલુ જાણું છુ કે તમારી ઉપાસના અકલ્‍પ્‍ય સુખને પ્રાપ્‍ત કરાવનારી છે.

‘દેવી અર્થર્વ શિર્ષ' નામના પ્રાચીન સ્‍તોત્રમાં ‘માં ભગવતી'ને દેવો દ્વારા પુછવામાં આવે છે કે માં તમે શું છો? કોણ છો? ત્‍યારે માં પોતાના સ્‍વરૂપ વિશે સ્‍વમુખે કહે છે કે હું એકજ છું અને હું અનેક પણ છુ આમ માં એક તત્‍વ છે જેના અનેક સ્‍વરૂપ છે જે જયારે પણ તેના ભકતોને અનુકંપાની જરૂર પડે ત્‍યારે કોઇપણ સ્‍વરૂપે આવીને અનુગ્રહ કરે છે અને ભકતો પછી તે દેવ, દાનવ કે મનુષ્‍ય કોઇપણ હોય તેના કૃપાને પાત્ર છે. શિવ પણ શકિત વીના પુર્ણ નથી શિવ-શકિતના મીલન વગર જગત ચેતનામય બની શકતુ નથી.

જે મનુષ્‍ય માં ના ચરણે આવીને માત્ર ‘‘હે જગદંબા''એટલુ કહીને માંને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્‍ત થાય છે. કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી જગદંબાની ભકિતએ મોક્ષનુ કારણ છે મોક્ષની દાતા, ભકિત, મુકિત પ્રદાયતી જગદંબા પોતેજ છે જે માણસ હાથમાં નિરંતર માનુ ધ્‍યાન ધરી, નિષ્‍કામ અને નિષ્‍કપટ ભાવે સદાય માની ભકિત કરતો રહે છે. તે જયા સુધી સંસારમાં રહે ત્‍યા સુધી ધન વૈભવ, સુખ-શાંતિ સમૃધ્‍ધિ, પુત્ર ! પૌત્રનું સંપૂર્ણ સુખ ભોગવી અંતે મોક્ષને વરે છે. જગદ્દગુરૂ શંકરાચાર્યજીએ કહ્યું છે.તેમ પુજા-પાઠ જપ-તપ ન્‍યાસ, યજ્ઞ-યાગાદીક ક્રિયા આવુ કશુ ન જાણનાર કે કરનાર પણ સાચા હૃદયથી માનુ સ્‍મરણ કરનાર માનવીનું મા પોતાનો બાળકની જેમ રક્ષણ કરે છે.

આપણને જન્‍મ આપનાર માતાની જેમ જીવન આપનાર અને જીવનનુ રક્ષણ કરનાર માં જગદંબાનુ પણ આ નવલી નવરાત્રીમાં નવેય દિવસ  યથાશકિત પુજન, અર્ચન, જપ માળા, ધ્‍યાન વિ.દ્વારા આપણે માની કૃપા મેળવવા નિશ્‍ચય કરીએ જય ભગવતી

દીપક એન. ભટ્ટ

(11:02 am IST)