Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મુંબઈમાં CNG અને PNGના ભાવ વધ્‍યા

CNG ૬ રૂપિયા પ્રતિ કિલો અને PNG ૪ રૂપિયા પ્રતિ યુનિટ મોંઘો થયો

મુંબઇ,તા. ૪ : દેશની આર્થિક રાજધાની મુંબઈની જનતા મોંઘવારીથી ત્રસ્‍ત થઈ ગઈ છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મુંબઈ અને તેની આસપાસના વિસ્‍તારોમાં કોમ્‍પ્રેસ્‍ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્‍ડ નેચરલ ગેસ (PNG) ના છૂટક ભાવમાં વધારો કર્યો છે. CNG ૬ રૂપિયા પ્રતિ કિલો અને PNG ૪ રૂપિયા પ્રતિ યુનિટ મોંઘો થયો છે.
વધેલી કિંમતો બાદ હવે મુંબઈ અને તેની આસપાસના વિસ્‍તારોમાં CNGની કિંમત ૮૬ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તે જ સમયે, PNG પ્રતિ SCM ૫૨.૫૦ રૂપિયા થઈ ગયો છે. વધેલા ભાવથી મુંબઈના લોકોના ખિસ્‍સા પર વધારાનો બોજ પડશે.
તાજેતરમાં કુદરતી ગેસના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો હતો. જેના કારણે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે.

 

(11:06 am IST)