Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

પહેલા એ જણાવો કે તમે કોની સાથે છો ?

એલન મસ્‍ક સામે યુક્રેનીયન રાષ્‍ટ્રપતિ ઝેલેંસ્‍કી લાલઘૂમ

કીવઃ ટેસ્‍લાના સીઇઓ એલન મસ્‍કને રશીયા અને યુક્રેન યુધ્‍ધમાં શાંતિની સલાહ આપવાનું ભારે પડી ગયુ છે. યુક્રેનના રાષ્‍ટ્રપતિ ઝેલેંસ્‍કી સહિતના યુક્રેનીયન અધિકારીઓએ આ બાબતે તેમના પર નિશાન તાકયુ છે. મસ્‍કે પોતાના ઓફીશ્‍યલ ટવીટર હેન્‍ડલ દ્વારા એક પોલ કરાવ્‍યો હતો જે યુક્રેનમાં રશીયન કાર્યવાહી બાબતે હતો. તેમણે આ અંગે ઘણા બધા વિચારો શેર કર્યા હતા જેના પર તેમના ફોલોઅર્સે હા અથવા ના માં જવાબ આપવાનો હતો. તેમાં રશીયાને ક્રીમીયા સુધી જવાની પરવાનગી આપવાનું પણ સામેલ હતું.

મસ્‍કે કહ્યું, ‘રશીયા આંશિક રીતે એકત્રીકરણ કરી રહ્યું છે. જો કીમીયા જોખમમાં આવશે તો તેઓ સંપૂર્ણપણે યુધ્‍ધ એકત્રીકરણ કરશે. બંને પક્ષે વિનાશ થશે. રશીયાની વસ્‍તી યુક્રેનથી ૩ ગણી છે એટલે યુધ્‍ધમાં યુક્રેનની જીતની શકયતા નહીંવત છે. જો તમને ખરેખર યુક્રેનના લોકોની ચિંતા હોય તો શાંતિનો માર્ગ શોધો.'

તેમની આ કોમેન્‍ટ પર જર્મનીમાં યુક્રેનના રાજદૂત રહી ચૂકેલા ભૂતપૂર્વ રાજદૂત એંડ્રીઝ મેલનિક ભડકી ગયા. તેમણે ટવીટ કરીને કહ્યું કે બકવાસ... આ મારો તમને  જવાબ છે. તેમણે વધુમાં કહ્યું કે આનુ પરિણામ એ આવશે કે કોઇ પણ યુક્રેનીયન કયારેય તમારો ટેસ્‍લાનો બકવાસ નહીં ખરીદે. તમને શુભકામનાઓ. તો રાષ્‍ટ્રપતિ ઝેલેંસ્‍કીએ પણ આ બાબતે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટવીટ કરીને કહ્યું, ‘તમને કોણ પસંદ છે, યુક્રેનને ટેકો આપે છે તે કે પછી રશીયાને ટેકો આપે છે તે.'

(3:51 pm IST)