Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અમિતભાઇની ઓફીસ બહાર ૩ કલાક બેઠા : સમય ન મળ્‍યો

ભાજપના પૂર્વ નેતા ખડસે ઘરવાપસી માટે

નવી દિલ્‍હી,તા. ૪ : મહારાષ્‍ટ્ર ભાજપના પૂર્વ સીનીયર નેતા એકનાથ ખડસે હાલ એનસીપીમાં છે અને તેઓ ઘર વાપસીની તૈયારી કરી રહ્યા છે. તેઓ ભાજપમાં ફરી જોડાવા માટે અમિતભાઇની ઓફીસે પહોંચ્‍યા હતા. જ્‍યાં તેઓ ૩ કલાક સુધી બહાર બેઠા હતા. પણ અમિતભાઇ અન્‍ય કાર્યક્રમો વ્‍યસ્‍ત હોવાથી સમય મળ્‍યો ન હતો. જેથી તેમના હાલ પુરતા પાર્ટીમાં પરત ફરવાની ઇચ્‍છા પૂર્ણ થઇ ન હતી. મહારાષ્‍ટ્ર સરકારમાં મંત્રી અને ભાજપ નેતા ગીરીશ મહાજને દાવો કરેલ કે ખડસે એનસીપીમાં ખુશ નથી અને તેઓ અમિતભાઇ અને ફડણવીસને ઘરવાપસી માટે મળવા પ્રયત્‍નશીલ છે. તેઓ પોતાની પુત્રવધુ રક્ષા સાથે દિલ્‍હી ગયેલ અને અમિતભાઇને મળવા પ્રયત્‍ન કરેલ. 

(3:53 pm IST)