Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

આવતીકાલથી શરૂ થતાં વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલીએ કરી પોસ્ટ, પોતાના મિત્રોને ઘરેથી જ મેચ જોવા કોહલી એ કરી અપીલ: મિત્રોને સ્પષ્ટ ભાષામાં ટિકિટની કોઈ આશા રાખવાની ના પાડી છે

વિરાટ કોહલી ૨૦૧૧માં પણ આઈસીસી ઓડીઆઇ વર્લ્ડ કપનો ભાગ હતો તે  કોહલીએ બુધવારે સવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી. તેના મિત્રોને ઘરેથી જ મેચ જોવા વિનંતી કરી હતી. ૫ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. આ મેચ ૧૪ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી પર રહેશે.
ભારતીય ક્રિકેટના સૌથી મોટા સ્ટાર વિરાટ કોહલીએ ૨૦૨૩ના એશિયા કપમાં પોતાના ફોર્મનો પુરાવો આપ્યો છે. વર્લ્ડ કપ શરુ થવાને લઈ ચાહકોમાં ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

વર્લ્ડ કપ શરુ થવાને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે ટૂર્નામેન્ટ ભલે ભારતમાં: યોજાઈ રહેલ છે, પરંતુ કેટલાક ચાહકો એવા છે જેમને હજુ સુધી ટિકિટ મળી નથી. વર્લ્ડકપની ટિકિટ વેચાવાની શરુ થતાની સાથે જ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. જેથી કેટલાક ચાહકો નિરાશ છે. ત્યારે હવે વર્લ્ડકપ શરુ થવાનો છે, આ પહેલા વિરાટ કોહલીએ પણ તેના હાથ ઉંચા કરી દીધા છે.

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ શરુ થતા એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં પૂર્વ ભારતીય કેપ્ટને પોતાના મિત્રોને સ્પષ્ટ ભાષામાં ટિકિટની તેની પાસે કોઈ આશા રાખવાની ના પાડી છે. વિરાટની આ સ્ટોરી પર અનુષ્કા શર્માએ લખ્યું છે કે જો તમને મેસેજનો જવાબ કોહલી તરફથી ન મળે તો પ્લીઝ મને વિનંતી કરતા નહિ.

આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીએ તેના મિત્રોને વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાની સ્પષ્ટ મનાઈ કરી હોય. વિરાટે ૨૦૧૯ વર્લ્ડ કપ પહેલા પણ આવું જ કંઈક કર્યું હતું. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તમારે આવવું હોય તો આવજો. નહિ તો બધાના ઘરે સારા ટીવી હોય અને ત્યાં બેસીને મેચ જોવા.

ભારતની બીજી પ્રેક્ટિસ મેચ પણ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. ભારતને વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ કરવાની તક મળી નથી. હવે જોવાનું રહેશે કે, ભારતીય ટીમ વર્લ્ડકપમાં પોતાની શરુઆત કઈ રીતે કરે છે.

(8:03 pm IST)