Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

SEBI દ્વારા તપાસ થઇ રહી હોવાથી એફઆઈઆર રદ કરી શકાય નહીં : રોકાણકારે ડિમેટ ખાતામાં પડેલી સિક્યુરિટી અન્ય ડિમેટ ખાતામાં ફેરવવા કરેલી માંગણી નહીં સંતોષાતા એફઆઈઆર નોંધાવી : SEBI દ્વારા પણ તપાસ ચાલુ કરાવી : સેબીની તપાસ ચાલુ હોવાથી એફઆઈઆર રદ કરવાની ડિમેટ કંપનીની માગણી દિલ્હી હાઇકોર્ટે ફગાવી

દિલ્હી : સ્ટોક બ્રોકિંગ કંપની મોડેક્સ ઇન્ટર નેશનલ સિક્યુરિટિસ લિમિટેડ માં ડિમેટ ખાતામાં પડેલી પોતાની  126  કરોડ રૂપિયાની રકમની સિક્યુરિટી  અન્ય કંપની જે.એમ.ફાઇનાન્સમાં ફેરવવા રોકાણકારે અરજી કરી હતી.પરંતુ કંપનીએ તેનો અમલ નહીં કરતા એફઆઈઆર નોંધાવી હતી.તેમજ સેબી માં પણ રજુઆત કરતા તપાસ ચાલુ થઇ હતી.

આ સંજોગોમાં કંપનીના પૂર્વ ડિરેક્ટરે દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જેમાં જણાવ્યા મુજબ કંપની વિરુદ્ધ સેબી દ્વારા તપાસ ચાલુ છે. તેથી એફઆઈઆર રદ કરવી જોઈએ .તેમજ આ બાબત કોઈ ફોજદારી ગુનો નહીં પણ સિવિલ મેટર હોવાનું જણાવ્યું હતું .

નામદાર કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે સેબી દ્વારા થઇ રહેલી તપાસ પોલીસ તપાસમાં અવરોધરૂપ ન ગણાય તેમજ પોલીસે નોંધેલી ફરિયાદ ફોજદારી ગુનાને આવરતી હોવાથી તે રદ કરી શકાય નહીં તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)