Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કાશ્મીરમાં સીરિયાના આંતકીઓને મોકલવા તુર્કીની યોજના:ગ્રીસના પત્રકારનો મોટો દાવો

તુર્કીના અધિકારીઓએ ઘણા આતંકી જૂથો સાથે વાત પણ કરી :ગ્રીસના જાણીતા પત્રકારે રિપોર્ટમાં તુર્કીના રાષ્ટ્રપતિના નાપાક ઇરાદાઓનો ખુલાસો કર્યો

એથેન્સઃ તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ અર્દોગનનો પાકિસ્તાન પ્રેમ કોઇથી છુપાયેલો નથી. અર્દોગન ઘણી વખત સંયુક્ત રાષ્ટ્રના પંચ પરથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી ચૂક્યાછે. હવે ગ્રીસના એક જાણીતા પત્રકારે પોતાની રિપોર્ટમાં તુર્કીના રાષ્ટ્રપતિના નાપાક ઇરાદાઓનો ખુલાસો કર્યો છે.

ગ્રીસના પત્રકાર એન્ડ્રિયાસ માઉન્ટજૌરૌલી એ પોતાની રિપોર્ટમાં દાવો કર્યો છે કે અર્દોગન પાકિસ્તાનની મદદ માટે કાશ્મીરમાં સીરિયાના વિદ્રોહી આંતકીઓને મોકલવાની યોજના બનાવી રહ્યુ છે. તેની માટે તુર્કીના અધિકારીઓએ ઘણા આતંકી જૂથો સાથે વાત પણ કરી છે.

ગ્રીસના ન્યૂઝ વેબસાઇટ Pentapostagma પર પ્રકાશિત પોતાના આર્ટિકલમાં એન્ડિયાસ માઉન્ટજૌરૌલીએ લખ્યુ કે સીરિયન નેશનલ આર્મી મિલિશિયાના સુલેમાન શાહ બ્રિગેડ્સના કમાન્ડર મુહમ્મદ અબુ ઇસ્માએ થોડાક દિવસ પહેલા જ પોતાના સાથી મિલિશિયા સભ્યોને કહ્યુ હતુ કે તુર્કી અહીંયાથી કાશ્મીમાં પોતાના કેટલાક જૂથો તૈનાત કરવા ઇચ્છે છે. સુલેમાન શાહ બ્રિગેડ્સને તુર્કીનું ખુલ્લો સમર્થન હાંસલ છે, જેનું ઉત્તર સીરિયાના અફરીન જિલ્લા પર સંપૂર્ણ નિયંત્રણ છે.

સુલેમાન શાહ બ્રિગેડના કમાન્ડર અબુ ઇમ્સાએ એવુ પણ કહ્યુ કે, તુર્કીના અધિકારી સીરિયાના અન્ય હથિયારધારી આતંકી જૂથો સાથે આ અંગે વાત કરી રહ્યા છે. તેઓ આતંકી જૂથોના કમાન્ડરોને એવા વ્યક્તિઓના નામ જણાવવા કહી રહ્યા છે જે કાશ્મીર આવવા ઇચ્છે છે. અબૂ ઇમ્સાએ કહ્યુ કે, કાશ્મીર જનાર આતંકીઓને તુર્કી તરફથી 2000 ડોલર આપવામાં આવશે. કમાન્ડરે પોતાના આતંકી જૂથોને કહ્યુ કે, કાશ્મીર પણ એટલો પર્વતીય વિસ્તાર છે જેટલો આર્મીનિયાનું નાર્ગોનો કારાબાખ છે.

તુર્કીએ આર્મીનિયાની સાથે યુદ્ધમાં ખુલીને અઝરબૈજાનનો સાથ આપ્યો હતો. એટલુ જ નહીં તુર્કીએ સીરિયામાં પોતાના સહયોગી આંતકી સંગઠનના આતંકીઓને કારાબાઝમાં લડવા માટે તૈનાત કર્યા હતા. ખુદ ફ્રાસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રો એ આ વાતની પૃષ્ટી કરી હતી. કિલિંગ મશીન કહેવામાં આવતા આ આતંકવાદીઓને મુસ્કિમ દેશ અઝરબૈજાનના પક્ષમાં ખ્રિસ્તી દેશ આર્મીનિયા સાથે યુદ્ધ માટે ઘણી રકમ આપવામાં આવી હતી.

(12:00 am IST)