Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ઉત્તર પ્રદેશમાં ધર્માન્તર કરી લગ્ન કરવા ઉપર પ્રતિબંધ મુકતા વટહુકમ સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન : લોકોના મૂળભૂત અધિકાર તથા ધાર્મિક સ્વાતંત્ર્ય ઉપર તરાપ મુકવાની કોશિષ : કાયદાનો દુરુપયોગ થવાની ભીતિ વ્યક્ત કરાઈ

ન્યુદિલ્હી : ઉત્તર પ્રદેશની કેબિનેટે રાજ્યમાં ધર્માન્તર કરી લગ્ન કરવા ઉપર પ્રતિબંધ મુકતો વટહુકમ પસાર કરતા સુપ્રીમ કોર્ટમાં તેના વિરુદ્ધ પિટિશન દાખલ કરાઈ છે.

એડવોકેટ વિશાલ ઠાકરે તથા અભય સીંગ યાદવ તેમજ પ્રનવેશ દ્વારા દાખલ કરાયેલી પિટિશનમાં જણાવાયા મુજબ આ કાયદો લોકોના મૂળભૂત અધિકારના ભંગ સમાન છે.તેમજ ધાર્મિક સ્વાતંત્ર્ય ઉપર તરાપ સમાન છે. તેમજ કાયદાનો દુરુપયોગ પણ થઇ શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે.

વિશેષમાં જણાવાયા મુજબ અમુક હાથોમાં આ કાયદો આવી જવાથી સમાજ માટે ભયરૂપ બની શકે છે.તથા આવા હેતુ સિવાય ધર્માન્તર કરનાર વ્યક્તિને પણ હેરાન કરવામાં આવી શકે છે.જે નાગરિકો માટે અન્યાયકારી બની શકે છે.એડવોકેટ   સંજીવ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કાયદામાં તફાવત હોય ત્યારે તે કાયદો કેન્દ્ર સરકાર દ્વારા પસાર થવો જોઈએ .

પિટિશનમાં ઉત્તરાખંડ સરકાર દ્વારા 2018 ની સાલમાં પસાર કરાયેલા કાનૂનને પણ સમાવી લેવાયો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)