Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સાપ લઈ રહ્યો છે આ વ્યકિત સાથે બદલો, એક બે વખત નહીં ૭૨ વખત કરડ્યો

સાપ છેલ્લા ૩૨ વર્ષોથી કોઈ મતલબ વગર સુબ્રમણ્યમ સાથે બદલો લઈ રહ્યો છે, જયારે તે પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યારે તેને પ્રથમ વખત સાપે ડંખ માર્યો હતો

 હૈદરાબાદ,તા.૪ :  શું સાપ બદલો લે છે? હવે આ સવાલ છે કે રહસ્ય એ તો ખબર નથી પણ એક વ્યકિત સાથે જે બની રહ્યું છે તેને જોઈને બધા એ જ કહી રહ્યા છે કે સાપ બદલો લે છે. આ કહાની છે આંધ્ર પ્રદેશના ચિત્ત્।ુર જિલ્લાના કુમ્મારા ગુટા ગામમાં રહેતા સુબ્રમણ્યમની. ૪૫ વર્ષના સુબ્રમણ્યમને સાપ એક બે વખત નહીં પણ ૭૨ કરડ્યો છે. સુબ્રમણ્યમનું કહેવું છે કે સાપ છેલ્લા ૩૨ વર્ષોથી કોઈ મતલબ વગર તેની સાથે બદલો લઈ રહ્યો છે. જયારે તે પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યારે તેને પ્રથમ વખત સાપે ડંખ માર્યો હતો. આ પછી વર્ષમાં બે વખત કોબરા સાપ તેને જરૂર કરડે છે.

 આ વર્ષે અમાસના દિવસે સાપ દરવાજા સામે જોવા મળ્યો હતો. આ દિવસ તે બહાર જવાથી ડરે છે. ૩૨ વર્ષોથી તેની સાથે આવું જ થઈ રહ્યું છે. આ અજીબ વાત પર ઘણો દુઃખ અનુભવું છું. તેનું કહેવું છે કે મને એ વાતની ખબર નથી કે સાપ મારી સાથે આ રીતે બદલો કેમ લઈ રહ્યો છે.

  સાપના ડરના કારણે હું પોતાના કામ માટે બહાર જઈ શકતો નથી. એક ખેડૂત હોવાના કારણે મારા માટે દર વર્ષે ૫૦ હજારનો ખર્ચ કરવો મુશ્કેલ છે. જયારે પણ મને સાપ કરડે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરૂ છું કે તે મને આ અસમાન્ય પરિસ્થિતિઓમાંથી બહાર કાઢે.

 આ આખી ઘટના વિશે સાપ પકડનાર રઘુરામે કહ્યું હતું કે જયારે સાપ પાસે કોઈ સ્મૃતિ હોતી જ નથી તો તે કોઈ વ્યકિતને કેવી રીતે યાદ રાખી શકે અને તેની સાથે બદલો લઈ શકે. આ બધી અંધશ્રદ્ઘા છે. સાપ પાસે કોઈને યાદ રાખવા માટે કોઈ સામાજિક બંધન, બુદ્ઘિ કે સ્મૃતિ હોતી નથી. જે પણ સુબ્રમણ્યમ સાથે બની રહ્યું છે તે ફકત એક સંયોગ છે.

(10:44 am IST)