Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રસી આવ્યા બાદના ૪-૬ મહિનામાં કોરોના ઉપર જીતની પ્રક્રિયા શરૂ થશે

મહામારી વિશેષજ્ઞ ડો. ચંદ્રકાન્ત લહારિયાનો ઇન્ટરવ્યુ

નવી દિલ્હી તા. ૪ : લોક સ્વાસ્થ્ય અને મહામારી વિશેષજ્ઞ અને હાલ ટીલ.વીનઃ ઇન્ડીયાઝ ફાઇટ અગેંસ્ટ કોવીડ-૧૯ પેનેકેમીક બુકના સહ લેખક ડો. ચંદ્રકાંત લહારિયા સાથેની વાતચીતના અંશો.

પ્રશ્નઃ કોરોના ઉપર તમારી બુકનું શીર્ષક ''ટીલવીવીન'' છે તો આ જીત કયારે મળશે?

જવાબઃ આ નામ આશાનું કિરણ દર્શાવતનાર ? છે. સંઘર્ષના બે ભાગ છે. મહામારીથી જીતની પ્રક્રિયા રસી આવવાના ૪-૬ મહીનામાં શરૂ થશે. આ વૈશ્વીક સંઘર્ષ છે અને તે સ્તરે જીવતી પડશે. ડબલ્યુ એચઓના આંકલનના આધાર ઉપર ઘોષણા કરશે કેહવે વૈશ્વીક મહામારીના નિચલા સ્તર નીચે આવી ગયું છે. સંભવતઃ આવતા વર્ષના અંત સુધીમાં આવું થઇ શકે જયારે લોકોથી સીધા સંપર્કમાં રહી સેવા કરનાર અને વધુ જોખમ વાળા લોકોને રસી મળી જાય. બીજો ભાગ છે કે કોરોના વાયરસથી જીત.લાગી રહ્યું છે કે ઈન્ફયુલન્ઝા વાયરસની જેમ આપણે કોરોના સાથે જીવતા શીખવુ પડશે.

પ્રશ્નઃ સરકારી વૈજ્ઞાનીકોએ નેશનલ કોવીડ સુપર મોડલના આધારે કહ્યું છે કે પીક આવીને ગયું ?

જવાબઃ રિપોર્ટ અત્યાર સુધી સાર્વજનીક રૂપે હાજર માહિતી આધારીત હતી પરિસ્થિતિ સતત બદલી છે. તેવામાં કોઇ પણ મોડલ આધારીત અધ્યયન ફકત દિશા બતાવેછ ે.પાકુ ઠેકાણું નહી વૈજ્ઞાનિક આવા અધ્યયન સતત કહે છે. અને નીતી નિર્ધારક એ આધાર ઉપર નિર્ણય લેતા રહ્યા કેટલાક રાજયોમાં બીજી લહેર આવી રહે છે.અમેરિકામાં ત્રીજી છે.

પ્રશ્ન : શું નિર્ણયો સ્વાસ્થ્ય તજજ્ઞોને બદલે અધિકારીઓએ લીધા?

જવાબ : આ અફરા-તફરીની ભાગીદારી છે. ટેકનીક વિશેષજ્ઞ આંકલન કરે અને વિકલ્પ આપે, નિતી નિર્માતા નિર્ણય લ્યે અને સમુદાય તેને અમલમાં લાવે. આ હકિકત છે કે કોરોનાથી નિપટવામાં ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે.

પ્રશ્ન : આઇસીએમઆર પ્લાઝમાને નકારી ચૂકયુ છે અને સરકાર અપીલ કરે છે ? શોધમાં એચસીકયુની કોઇ મોટી અસર નથી, પણ આપણે ત્યાં ઇલાજ તેનાથી જ થઇ રહ્યો છે ?

જવાબ : સરકાર ઇલાજની એક માનક વ્યવસ્થા દે છે, પણી એવી બદલતી પરિસ્થિતીમાં દરેક મામલે તેને અપનાવી ન શકાય. શરૂઆતમાં ચીન અને ફ્રાન્સમાં થયેલ અધ્યયનમાં જાણવા મળ્યા મુજબ દર્દી પહેલેથી એચસીકયુને બીજી બીમારી માટે ઉપયોગ કરતો હોય તો તેવા મૃત્યુ ઓછુ થયુ છે. પણ જયારે મોટા સ્તરે ડબલ્યુએચઓનું અધ્યયન થયુ ત્યારે તેનો પ્રભાવ સાબીત ન થયેલ. તેવી જ રીતે પ્લાઝમા થેરાપીના અધ્યયન બાદ તેની લાગમભાગ ઘટશે. સાચાડોનર ચયન કરી, દર્દીના એન્ટી બોડીની સ્થિતીનું આંકલન કરી અને સાચા સ્ટેજે તે આપવું ખોટુ ન કહી શકાય.

(3:25 pm IST)
  • મોડી રાત્રે વાવાઝોડાની અસર રૂપે તામિલનાડુમાં ઠેરઠેર અતિભારે વરસાદ પડી ગયો છે ચેન્નાઈમાં આવતીકાલે સવાર સુધી અતિભારે વરસાદની આગાહી થઈ છે જ્યારે તામિલનાડુમાં સોમવાર સુધી વરસાદ વરસતો રહેશે તેવી ધારણા છે access_time 11:50 pm IST

  • ખેડૂત આંદોલને જોર પકડ્યું : આવતીકાલ શનિવારે મોદીનું પૂતળું બાળશું : રસ્તાઓ ઉપર ચક્કાજામ વધારી દઈશું : જો અમારી માંગણી નહીં સંતોષાય તો 8 તારીખે ભારત બંધ access_time 7:18 pm IST

  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST