Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આકરા પાણીએ : 8મીએ ભારત બંધનું એલાન :કાલે પૂતળાદહન: 7મીએ વીરસપૂતો મેડલ પરત કરશે

દિલ્હી પોલીસે જાહેર કરી એડવાઈઝરી : ટિકરી, ઝારોદા બોર્ડરની સંપૂર્ણ રીતે બંધ કરી દીધી

ખેડૂતોએ પોતાના આંદોલનને ઉગ્ર બનાવતા દિલ્હીમાં આવતા તમામ રસ્તાઓ અને ટોલ પ્લાઝા બંધ કરવાની સાથે ભારત બંધનું એલાન જાહેર કર્યુ છે. આ બાબતે ભારતી કિસાન યુનિયન જનરલ સેક્રેટરીએ નિવેદન આપી જાહેરાત કરી હતી. બીજી બાજુ આવતીકાલે પૂતળાદહનનો કાર્યક્રમ પણ યોજશે અને 7 ડિસેમ્બરે તમામ વીરસપૂતો પોતાના મેડલ પરત કરશે.

કૃષિ કાયદાને લઇને ખેડૂતોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. ગઇકાલે સરકાર સાથે યોજાયેલી 4 તબક્કાની ચર્ચામાં કોઇ પરિણામ આવ્યું નથી. જો કે આજે ખેડૂત સંગઠનો વચ્ચે આંતરિક બેઠક બાદ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. જ્યારે બીજી તરફ સરકારે MSP પર ખેડૂતોને ભરોસો આપવાનો પ્રયત્ન કરી રહી છે

ભારતીય સાહિત્ય એકેડમી એવોર્ડના વિજેતા સિરમોર શિરે ડો. મોહનજીત, જસવિંદર સિંહ, પંજાબી ટ્રિબ્યૂનના એડિટર સ્વરાજબીરે પોતાનો એવોર્ડ પરત કર્યો છે. સેંટ્રલ પંજાબી લેખક એસોસિયેશન મુજબ ખેડૂત આંદોલનના સમર્થનમાં આ એવોર્ડ પરત કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે પ્રકાશસિંહ બાદલે પણ પોતાનો પદ્મ વિભુષણ પરત કર્યો હતો.

ખેડૂતો દિલ્હી બોર્ડર પર ચારે તરફ જમા થઇ ગયા છે. ગાઝીપુર બોર્ડર પર ગુરુવારે ખેડૂતોએ ફરી આગળ વધવાનો પ્રયત્ન કર્યો, જેને પોલીસે નિષ્ફળ બનાવી દીધો. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું ગાઝીપુર, ટિકરી અને સિંઘુ બોર્ડર પર પણ હજી ખેડૂતો પહોંચી રહ્યાં છે. ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં લઇને ટ્રાફિક પોલીસે એડવાઝરી જાહેર કરી છે.

દિલ્હી પોલીસે ટિકરી, ઝારોદા  બોર્ડરની સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે, જ્યારે  બદુસરયા બોર્ડર નાની ગાડીઓ જેમ કે કાર, ટૂ-વ્હીલર માટે ખોલી દેવામાં આવી છે

 

સરકારે ખેડૂતોને ત્રણેય કૃષિ કાયદા અને એક પ્રદૂષણવાળા કાયદાને પરત લેવાની જગ્યાએ માત્ર સંશોધન અંગે વાત કરી છે. ત્યારે હવા બધાની નજર આગામી 5 ડિસેમ્બર યોજાનારી ખેડૂત અને સરકાર વચ્ચેની બેઠક પર રહેશે. 

સિંઘુ બોર્ડર પર ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક યોજાશે. ગત દિવસોમાં સરકાર સાથે થયેલી વાતચીત બાદ આ બેઠક યોજાશે. ખેડૂતોની આ બેઠકમાં સરકાર સાથે આવતી કાલની બેઠકને લઇને રણનીતિ તૈયાર કરવામાં આવશે. 

સિંઘુ બોર્ડર પર કોરોના વાયરસનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારી ખેડૂતોમાં શરદી, ખાંસી અને તાવના કેસ વધી રહ્યા છે. તેમાં સોથી વધારે વૃદ્ધ ખેડૂતો ભોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓની ટીમે ખેડૂતોને માટે દવાની વ્યવસ્થા કરી છે. અહીંના ડોક્ટર્સનું કહેવું છે કે લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા નથી અને મહામારીને સામાન્ય લઈ રહ્યા છે એવામાં કોરોના વધી શકે છે.

(6:54 pm IST)
  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી : સત્તાધારી પાર્ટી TRS નો 44 બેઠકો ઉપર વિજય : ઓવૈસીની AIMIM પાર્ટીએ 39 બેઠકો કબ્જે કરી : 32 બેઠકો ઉપર ભગવો લહેરાયો : સાંજે 6:30 વાગ્યા સુધીના પરિણામ : કુલ બેઠક 150 : મત ગણતરી ચાલુ : 2016 ની સાલમાં સત્તાધારી પાર્ટી TRS ને 99 તથા ઓવૈસીની પાર્ટીને 44 બેઠકો મળી હતી : ભાજપે 4 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો access_time 7:15 pm IST

  • સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું દુઃખદ નિધન : જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું આજે ભાવનગર મુકામે દુઃખદ નિધન થયુ છે : તેઓ ૮૩ વર્ષના હતા : કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે અંતિમ શ્વાસ લીધા access_time 3:20 pm IST