Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્‍મના વિવાદમાં વધુ ૩ સભ્‍યો ઇન્‍ટનરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટીવલના મુખ્‍ય જયુરી નાદવ લેપિડના નિવેદન સાથે સહમતી દર્શાવી

લેપિડે કાશ્‍મીર ફાઇલને અશ્‍લીલ ગણાવતા વિવાદ થયેલઃ વિવો મોટુ સ્‍વરૂપ પકડી લેતા ભારતમાં ઇઝરાયેલના રાજદૂતે ભારતની માફી માંગવી પડી

નવી દિલ્‍હીઃ ‘કાશ્મીર ફાઇલ્સ’ વિવાદને લઇને જયુરીના વધુ ત્રણ સભ્‍યોએ કહ્યું અમે લુપિડ સાથે સંમત છીએ.

ગયા અઠવાડિયે ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના મુખ્ય જ્યુરી નાદવ લેપિડે સ્પર્ધામાં સામેલ ફિલ્મ કાશ્મીર ફાઇલને ‘પ્રચારક’ (propaganda) અને ‘અશ્લીલ’ (obscene)ગણાવી હતી.

આ નિવેદનના વિવાદ વચ્ચે જ્યુરી બોર્ડના વધુ ત્રણ સભ્યોએ કહ્યું છે કે તેઓ લેપિડના નિવેદન સાથે સહમત છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ પહેલા આ જ્યુરીમાં સામેલ એકમાત્ર ભારતીય ફિલ્મ નિર્માતા સુદીપ્તો સેને કહ્યું હતું કે નાદવ લેપિડે સ્ટેજ પર જે કહ્યું તે જ્યુરીનો અભિપ્રાય નથી.

જોકે, હવે જ્યુરીના ત્રણ સભ્યો – અમેરિકન નિર્માતા ગિન્કો ગોટોહ, ફ્રેન્ચ ફિલ્મ સંપાદક પાસ્કલ ચવાન્સ અને ફ્રેન્ચ દસ્તાવેજી નિર્માતા ઝેવિયર એંગ્યુલો બાર્ટ્રેન – લુપિડના નિવેદનને સમર્થન આપતું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં લુપિડના આ નિવેદને ભારે હોબાળો મચાવ્યો હતો. આ વિવાદ એટલો મોટો થયો કે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નદવ લેપિડ વતી નૂર ગિલોને ભારતની માફી માંગતા કહ્યું હતું કે મને શરમ છે કે લેપિડે ભારતની આતિથ્ય અને મિત્રતાના બદલામાં આવું નિવેદન કર્યું છે.

(3:12 pm IST)