Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જો તમે યોગ્ય ઉમેદવાર પસંદ નહીં કરો તો અયોગ્ય ઉમેદવાર તમારા ઉપર રાજ કરશે : AAPI ના પૂર્વ પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડીએ ઇલિનોઇસના ઓક બ્રુક શહેર ટ્રસ્ટી તરીકે ઉમેદવારી નોંધાવી સૂત્ર રજૂ કર્યું : પોતાના નેતૃત્વ અને અનુભવનો કોમ્યુનિટીને લાભ આપવાનો હેતુ

ઈલિનોઈસ : યુ.એસ.ના'  અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) ના પૂર્વ પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડીએ ઇલિનોઇસના ઓક બ્રુક શહેર ટ્રસ્ટી તરીકે ઉમેદવારી નોંધાવી છે.જે માટે તેમણે જણાવ્યું હતું કે તેઓ કોમ્યુનીટીનું ઋણ ચૂકવવા માટે ચૂંટણી લડી રહ્યા છે.તથા પોતાના નેતૃત્વ અને અનુભવનો કોમ્યુનિટીને લાભ આપવા માંગે છે.

તેમણે જે પોલિટિકલ ઓફિસ માટે ટ્રસ્ટી તરીકે ઉમેદવારી નોંધાવી છે તે સીટ ઉપર 6 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે.

ડો.રેડ્ડી હાર્વર્ડમાં ફેકલ્ટી મેમ્બર તરીકે એક દસકા ઉપરાંત સમય માટે સેવાઓ આપી ચુક્યા છે.

તેમણે રજૂ કરેલા સૂત્ર મુજબ જો તમે નેતૃત્વ નહીં સંભાળો તો બીજું કોઈ તમારા ઉપર નેતાગીરી કરશે.જો તમે યોગ્ય ઉમેદવાર પસંદ નહીં કરો તો અયોગ્ય ઉમેદવાર તમારા ઉપર રાજ કરશે.તેમણે તેમના મિત્ર કોંગ્રેસમેન રાજા ક્રિષ્નામૂર્થીનું ક્વોટેશન ટાંકતા જણાવ્યું હતું કે જો તમે ટેબલ ઉપર નહીં બેસો તો મેનુમાં સમાવિષ્ટ થઇ જશો.

ડો.રેડ્ડી કોમ્યુનિટી સેવા માટે સતત કાર્યરત રહ્યા છે.તેમણે અનેક હેલ્થ કેમ્પના આયોજનો પણ કર્યા છે.

(7:53 pm IST)