Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કોરોના વેક્સિનને આતંકીઓથી બચાવવા પાક.નો ચુસ્ત બંદોબસ્ત

ટીનની ભીખથી પાકને માંડ પ લાખ ડોઝનું વચન મળ્યું : ચીનથી આવેલી રસીને ગુપ્ત સ્થળે રખાઈ અને તેના પર નજર રાખવા સેના તૈનાત કરાઈ, સીસી ટીવીથી નજર

ઈસ્લામાબાદ, તા. : કોરોના મહામારીથી બચવા માટે કોરોના રસીનો એક પણ ડોઝ પાકિસ્તાન હજુ સુધી ખરીદી શક્યું નથી, ચીન સામે ભીખ માંગતા તેને માત્ર લાખ ડોઝનું વચન આપ્યું છે તેનો પહેલો જથ્થો પાકિસ્તાન પહોંચ્યા બાદ કોરોના રસીકરણ નો આરંભ થઇ ગયો છે. જો કે હવે પાકિસ્તાનને કોરોના રસીને આતંકવાદીઓ લૂંટી જાય તેની સતત ચિંતા સતાવી રહી છે. આથી હવે રસીને ગુપ્ત સ્થળે રાખવામાં આવી છે. સેનાની તૈનાતી, સીસીટીવીથી નજર રાખવા સહિતનો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. આમ પાકિસ્તાનને પોતાના ઘરમાં રસી સંતાડવાનો વારો આવ્યો છે.

નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરે કોરોના રસીની ચોરી તથા આતંકી હુમલાથી તેને બચાવવા માટે એક ગાઇડલાઇન રજૂ કરી છે. એનસીઓસીનાં જણાવ્યા પ્રમાણે ચીનમાં બનેલી કોરોના રસી સિનોફાર્મને પાકિસ્તાનમાં આરોગ્યકર્મીઓને લગાવવામાં આવી રહી છે, અને તેના માટે ફેબ્રુઆરીનાં રોજ દેશભરના તમામ પ્રાંતોમાં ૭૦ હજાર ડોઝ મોકલ્યા છે અને તેને તમામ જિલ્લાઓ અને શહેરોમાં મોકલવામાં આવશે.

એનસીઓસી હદે સતર્ક છે કે રસીને લઇ જવાનાં રૂ પણ ગુપ્ત રાખવામાં આવ્યા છે, કોરોના રસીની સુરક્ષા માટે સીસીટીવી, ક્વિક રિએક્શન ફોર્સ, પોલીસ, રેન્જર્સ અને સેનાને તૈનાત કરવામાં આવી છે. તદઉપરાંત પ્રાંતીય સરકારોને સિક્યુરીટી બોર્ડ બનાવવાનું પણ કહેવાયું છે.

ચીને સિનોવેકની કોરોના વેક્સીન ફ્રીમાં આપવાની અવેજમાં પાકિસ્તાનની સામે શરત મૂકી હતી કે તેઓએ જાતે ખર્ચો કરીને રસી લઇ જવી પડશે. પરંતુ ગરીબીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાને એક વિમાન મોકલવાનું પ્લાનિંગ કરવામાં કમ સે કમ એક મહિનાનો ખર્ચ કરી દીધો. બીજા કોઇ દેશમાંથી વેક્સીનની ખેરાત ના મળતા ઇમરાન ખાન સરકારે આખરે રવિવારના રોજ એક સ્પેશ્યલ વિમાન ચીન મોકલીને વેક્સીનને મંગાવી.

(12:00 am IST)