Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

અમદાવાદ-વડોદરા-સુરતમાં સફળતા મળ્યા બાદ

પેપરફ્રાયનું જામનગરમાં આગમનઃ શરૂ કર્યો સ્ટુડીયોઃ ગ્રાહકોને થશે અદભુત - અનોખો અનુભવ

મુંબઇ, તા.૫:પેપરફ્રાય, ભારતના નં.૧ ફર્નિચર અને હોમ પ્રોડકટ માર્કેટપ્લેસે આજે ગુજરાતના જામનગરમાં તેના પ્રથમ પ્રાયોગિક સેન્ટર – સ્ટુડિયો પેપરફ્રાયની રજૂઆતની જાહેરાત કરી છે. આ વિસ્તરણ ભારતના સૌથી મોટા ઓમ્ની-ચેનલ વ્યવસાયને મહાનગરોની સાથેસાથે વિશિષ્ટ બજારોમાં સ્થાપિત કરવાના પેપરફ્રાયના ઉદ્દેશના અનુરૂપ છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં તેના ત્રણ સ્ટુડિયોને મળેલી જબરદસ્ત સફળતા બાદ કંપનીએ રાજયમાં તેની ઉપસ્થિતિને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય કર્યો છે. પેપરફ્રાય, જેનો પ્રથમ સ્ટુડિયો ૨૦૧૪માં રજૂ કરાયો હતો તે હાલમાં દેશમાં ૨૦થી વધુ શહેરોમાં ૬૦થી વધુ (માલિકી અને ફ્રેન્ચાઇઝ) સ્ટુડિયો ધરાવે છે. 

આયુષ એટરપ્રાઇઝ સાથેની ભાગીદારીમાં શરૂ કરાયેલો આ સ્ટુડિયો જામનગરના અંબર ક્રોસ રોડ સ્થિત છે. જામનગરના ગ્રાહકો હવે સ્ટુડિયોની મુલાકાત લઇ શકે છે, જે પેપરફ્રાયની વેબસાઇટ અને એપ પર ખરીદી માટે ઉપલબ્ધ કયુરેટેડ કેટલોગ, કટીંગ એજ ડિઝાઇન અને ઉત્તમ ગુણવત્તાવાળા ફર્નિચર અને ડેકોર પ્રોડકટ્સનો પ્રથમ અનુભવ મેળવવા માટે ૧૦૫૦ ચોરસ ફૂટ કાર્પેટ એરિયામાં ફેલાયેલો છે. આ ઉપરાંત, ગ્રાહકો પોતાના સપનાના દ્યરના નિર્માણ માટે ઈન-હાઉસ ડિઝાઇન નિષ્ણાતોની નિઃશુલ્કપણે સહાય મેળવી શકે છે.

રજૂઆત પ્રસંગે અમૃતા ગુપ્તા, બિઝનેસ હેડ, પેપરફ્રાયે જણાવ્યું, 'આ વર્ષોમાં ગુજરાત અમારા માટે એક અતિ મહત્વનું બજાર બની ગયું છે, જે અમારા અમદાવાદ, સુરત અને વડોદરા સ્ટુડિયોને મળેલા સકારાત્મક પ્રતિસાદથી પ્રતિબિંબિત થાય છે. તેથી અમે ગુજરાતમાં અમારી ઉપસ્થિતિને વિસ્તૃત કરતા રાજયમાં ચોથો અને જામનગરમાં પ્રથમ સ્ટુડિયો શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે આયુષ એન્ટરપ્રાઇઝ સાથેની ભાગીદારીમાં સ્થાપિત છે. ઘરોની ભૂમિકા હવે બદલાતી હોવાથી અમે માનીએ છીએ કે લોકો એવુ ઘર બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે જે આરામ અને કાર્યક્ષમતાને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે. તેથી ગ્રાહકોને યોગ્ય ઘર બનાવવામાં મદદ કરવા માટે અમારૂ લક્ષ્ય તેઓ સુધી વધુમાં વધુ ટચપોઈન્ટના માધ્યમથી ઉપલબ્ધ થવાનો છે, જે મહાન મૂલ્ય બિંદુઓ પર વિવિધતા પ્રદાન કરે છે.

પેપરફ્રાય માર્ચ ૨૦૨૧ સુધીમાં તમામ ટીયર ૨ અને ૩ શહેરોમાં ૧૦ નવા (ફ્રેન્ઝાઇઝી ઓવ્ન્ડ એન્ડ ફ્રેંચાઇઝી ઓપરેટેડ) પ્રાયોગિક સ્ટુડિયો રજૂ કરવાની યોજના ધરાવે છે.

(10:22 am IST)