Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

RBIએ ક્રેડિટ પોલીસી કરી જાહેર : વ્યાજદર યથાવત

બજેટ બાદ પ્રથમ મોનિટરી પોલીસીમાં રેટ યથાવત : રેપોરેટ ૪% અને રીવર્સ રેપો રેટ ૩.૩૫%

નવી દિલ્હી તા. ૫ : આરબીઆઇ દ્વારા આજે ક્રેડીટ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વખતે વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

RBIના ગર્વનર શકિતકાંત દાસે પત્રકાર પરિષદમાં ક્રેડિટ પોલીસીનું એલાન કર્યું છે. આરબીઆઇએ વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યો નથી. તેનો મતલબ રેપો રેટ હજી પણ ૪ ટકા અને રિવર્સ રેપોરેટ ૩.૩૫ ટકા પર જ રહેશે.

ઉલ્લેખનીય છે કે RBIની નજર નાણાંકીય ખોટને ઓછી કરવા પર છે. આ જ કારણ છે કે નિષ્માંતોએ આ વાતની અટકળો લગાવી રહ્યા હતા કે વ્યાજ દરમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧-૨૨માં રજૂ થયા પછી પહેલી વખત રિઝર્વ બેંકે ક્રેડિટ પોલીસીની સમીક્ષા કરી છે.

રિઝર્વ બેંકે આવતા નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જીડીપીમાં ૧૦.૫ ટકાના વધારા સાથે અનુમાન લગાવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં આ ૧૧ ટકા થવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.

RBI ગર્વનરે કહ્યું કે ધીરે-ધીરે ઘરોના વેચાણમાં સુધાર થયો છે, આ સાથે જ હવે લોકોના ખર્ચ કરવાની ક્ષમતા એકવાર ફરી રિકવર થઇ રહી છે. હાલમાં જ બજેટ રજૂ કરાયું છે તેમાં રોકાણની સ્થિતિ સુધારવાની આશા છે.વ્યાજમાં ઘટાડાની ઓછી આશા હોવાના કારણે કેન્દ્રીય બેંકથી માર્કેટને અપેક્ષા છે કે પર્યાપ્ત રોકડનું પ્રાવધાન કરવાની જોગવાઇ કરશે.

(11:27 am IST)