Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

હવે હેલમેટ ન પહેરવા પર 1000 રૂપિયાની પેનલ્ટી પર લાગી રોક : પૂંડુચેરી પ્રશાસને પેનલ્ટી લગાવાના નિયમ સ્થગિત કર્યો

પોલીસ વિભાગ હવે લોકોમાં જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પૂંડુચેરી પ્રશાસને દ્વિચક્રી વાહન પર સવારી કરતા સમયે હેલ્મેટ ન પહેરવા પર 1000 હજાર રૂપિયાની પેનલ્ટી લગાવાના નિયમપર અસ્થાયી રૂપથી સ્થગિત કરી દીધો છે. CMવી નારાયણસામીએ આ જાણકારી આપી હતી

 તેણે સંવાદદાતાઓને કહ્યુ કે, તેણે અને પરિવહનમંત્રી MOHF શાહજહાંએ મુખ્ય સચિવ, DGP,પરિવહન સચિવ અને પરિવહન કમિશ્નર સાથે એક બેઠક કરી જેમાં લોકો વચ્ચે ઉચિત જાગરૂતતા પેદા કરવા સુઘી પેનલ્ટી વસુલવા પર સહમતિ બની.

પોલીસ વિભાગ હવે લોકોમાં જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે, લેફ્ટનન્ટ ગવર્નરના દબાણ હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો હોવા છતાં, જો કોઈ કોલેજનો વિદ્યાર્થી અથવા રોજનો મહત્તમ 600 રૂપિયા કમાતો મજૂર દંડ ચૂકવી શકતો નથી, તો જવાબદારી લોકશાહી રીતે આવી જશે ઉપરાજયપાલ પર નહીં પણ ચૂંટાયેલી સરકાર પર આવશે

(1:47 pm IST)