Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ગુલમર્ગથી શિમલા સુધી બરફની ચાદર છવાઇઃ આહલાદક દ્રશ્યો

ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં ફરી બરફવર્ષા શરૂ થઇ છે. ગઇકાલે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં થયેલ ભારે બરફવર્ષાના પગલે સ્થાનીકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો તો યાત્રીકોને જલ્સા પડી ગયા હતા. ગુલમર્ગથી શિમલા સુધી ચોતરફ બરફની ચાદર જોવા મળી હતી. ભારે બરફવર્ષાના પગલે વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. કોઠી,કલ્પા, ખિરકી અને કુફરીમાં ૮ થી ૧૫ સે.મી. બરફ પડયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દિલ્હી એનસીઆરમાં વરસાદ પણ પડયો હતો.

(3:08 pm IST)