Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

૧૯૭૧ના ભારત-પાક યુધ્ધ આધારીત ફિલ્મ પિપ્પામાં રહેમાન સંગીત આપશે

મુંબઇઃ સંગીતકાર એ.આર.રહેમાન ડાયરેકટર રાજા મેનનની આવનારી ભારત-પાકીસ્તાન યુધ્ધ ઉપર આધારીત ફિલ્મ 'પિપ્પા'માં સગીત આપશે. ફિલ્મમાં ઇશાન ખટ્ટર, મૃણાલ ઠાકુર અને પ્રિયાંશુ પૈન્યુલીએ અભીનય કર્યો છે. આ ફિલ્મ માનવીય જોડાણ ઉપર આધારીત છે. ફિલ્મમાં ઇશાન બ્રીગેડયર બલરામ સિંહની ભૂમિકા નિભાવશે. જેમણે ભારત-પાકીસ્તાન યુધ્ધ દરમિયાન પરિવારના સભ્યો સાથે પૂર્વી મોરચે લડાઇ લડેલ. તેમના પુસ્તક 'ધ બર્નીગ શેફીઝ' ઉપર આધારીત આ ફિલ્મનું શીર્ષક રશીયન ટેન્ક પીટી-૭૬થી લેવાયું છે, જે પિપ્પાના નામથી પ્રખ્યાત છે. ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રીલીઝ થશે.

(3:11 pm IST)