Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

નેપાળમાં હડતાળથી જનજીવન અસરગ્રસ્ત : તોડફોડ-આગચંપી : ૧પ૭ લોકોની ધરપકડ

કાઠમાંડુ તા. પઃ નેપાળમાં સતારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રચંડ જુથ દ્વારા વડાપ્રધાન કે. પી. ઓલી સરકાર વિરૂધ્ધ રાષ્ટ્રવ્યાપી હડતાલથી જનજીવન પ્રભાવીત થયેલ અને ૧પ૭ લોકોની ધરપકડ કરાયેલ બંધ દરમિયાન મોટા ભાગની બજારો, શિક્ષણ સંસ્થાઓ, ઓફીસો અને ફેકટરીઓ બંધ રહેલ ઉપરાંત પરિવહન સેવા પણ પ્રભાવિત થયેલ. સરકારે કાઠમાંડુમાં પ હજાર સુરક્ષા કર્મીઓ તૈનાત કરેલ. પ્રચંડ સમર્થકોને પકડેલ. નેપાળ પોલીસના જણાવ્યા મુજબ ૮૦ લોકોને કાઠમાંડુ ઘાટીમાંથી જયારે ૭૭ ને ઘાટીની બહારથી પકડવામાં આવેલ. આ લોકો તોડફોડ અને આગજનીમાં સામેલ હતા. પ્રદર્શનકારીઓએ ૩ થી વધુ વાહનોને નુકશાન પણ પહોંચાડેલ. ગત વર્ષે ર૦ ડીસેમ્બરે ઓલીએ સ્તબ્ધ કરનાર નિર્ણય લેતા સંસદ ભંગ કરવાની ભલામણ કરેલ. તેમણે આ પગલું પ્રચંડ સાથે ચાલી રહેલ સતા સંઘર્ષના લીધે ઉઠાવેલ.

(3:13 pm IST)