Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

દેશના ૧૦૦ જીલ્લાઓમાં ડ્રોનથી ફસલનો મેળવાશે સચોટ અંદાજ : કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર

નવી દિલ્હી,તા. ૫: કૃષિ કાનૂનોના વિરોધમાં ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે ગઇ કાલે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ધાન અને ઘઉં ઉપજાવનારા ૧૦૦ જીલ્લાઓમાં ગ્રામ પંચાયત સ્તર સુધી ફસલના ઉત્પાદનના સચોટ અંદાજ માટે ડ્રોનથી સર્વે કરાવવામાં આવશે. જેથી ખેડૂતોને પીએમ પાક વીમા યોજના હેઠળના દાવાઓ સમયસર સુલઝાવી શકાય.

રિમોટ સેન્સીંગ ટેકનીક આધારીત આ પ્રોજેકટ દેશમાં પહેલો મોટો પ્રોજેકટ છે. તેને દેશના ૧૦ રાજ્યોના લાગુ કરવામાં આવશે. તોમરે ગઇ કાલે કહ્યું કે કૃષિ વિભાગને નાગરિક ઉડ્ડયન વિભાગ તરફથી આના માટે ૧૦૦ જીલ્લાઓમાં ડ્રોન દ્વારા ફસલનો અંદાજ મેળવવાની પરવાનગી આપવામાં આવી છે. ડ્રોન દ્વારા ફસલનો અંદાજ મેળવા માટે ૧૦ રાજ્યો આંધ્રપ્રદેશ, બિહાર, હરિયાણા,ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશને પસંદ કરવામાં આવ્યા છે. તોમર અનુસાર, દેશભરમાંથી પીએમ પાક વીમા યોજના હેઠળ આ રિમોટ સેન્સીંગ ડેટા અભિયાનનો અભ્યાસ આખા દેશમાં કરાયો છે.

(3:14 pm IST)